ETV Bharat / sitara

Bollywood News: નેહા કક્કર ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતી સિંગર બની - પલક મુછાલ

બોલિવૂડની ગાયિકા નેહા કક્કડે(Neha Kakkar) પોતાના અવાજથી બોલિવૂડમાં એક અલગ જ જગ્યા બનાવી છે. નેહા પોતાના ગીતો અને સોશિયલ મીડિયા પરની પોસ્ટથી ઘણી ચર્ચામાં રહે છે. ત્યારે નેહાએ ઈન્સ્ટાગ્રામ પર એક રેકોર્ડ બનાવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર નેહા કક્કડના 60 મિલીયન ફોલોઅર્સ થઈ ગયા છે. તેણે આની ઉજવણી પણ કરી હતી.

Bollywood News
Bollywood News
author img

By

Published : Jul 13, 2021, 5:25 PM IST

  • બોલિવૂડ ગાયિકા નેહા કક્કરે ઉજવણીનો વીડિયો કર્યો શેર
  • નેહા કક્કરના ઈન્સ્ટાગ્રામ પર 60 મિલીયન ફોલોઅર્સ પૂર્ણ થયા
  • નેહાએ પતિ રોહનપ્રીત સહિત મિત્રો સાથે કરી ઉજવણી

ન્યૂઝ ડેસ્ક (Bollywood News): બોલિવૂડ સિંગર નેહા કક્કરે (Neha Kakkar) બોલિવૂડની સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ ધૂમ મચાવી છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર નેહાના ફોલોઅર્સની સંખ્યા 60 મિલીયન થઈ ગઈ છે. ત્યારે આટલા બધા ફોલોઅર્સ થતા નેહા કક્કર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતી સિંગર બની ગઈ છે. જ્યારે બોલિવૂડની અન્ય સિંગર જેવી કે, શ્રેયા ઘોષાલ (Shreya Ghoshal)ના ઈન્સ્ટાગ્રામ પર 22 મિલીયન, સુનિધી ચૌહાણ(Sunidhi Chauhan)ના 1.5 મિલીયન, પલક મુછાલ(Palak Muchchal)ના 2.3 મિલીયન ફોલોઅર્સ છે. નેહાએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, 60 મિલીયન પ્યાર, હું ખુશ નહીં ખૂબ જ ખુશ છું. તમે પોતાની નેહુને જેટલો પ્રેમ આપો છો તેની સરખામણી કોઈ સાથે ન થઈ શકે. તમે છો તો નેહા કક્કર છે.

Bollywood News
નેહા કક્કડના ઈન્સ્ટાગ્રામ પર થયા 60M ફોલોઅર્સ

આ પણ વાંચો: મેં ક્યારેય વિચાર્યું નહોતું કે બોલીવૂડમાં આટલી સફળતા મળશેઃ નેહા કક્કર

ફોલોઅર્સ વધતા નેહાએ કર્યું કેક કટિંગ

સિંગર નેહા કક્કર કોઈ પણ ગીત ગાય તે રિલીઝ થતા જ પ્રખ્યાત થઈ જાય છે. નેહા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવારનવાર સોશિયલ મીડિયા પર ફેન્સ માટે નવી પોસ્ટ અપલોડ કરતી હોય છે. ત્યારે હાલમાં જ નેહા કક્કરે ઉજવણીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ઈન્સ્ટાગ્રામ પર 60 મિલીયન ફોલોઅર્સ થતા તેની ઉજવણી કરી રહી છે. આ સાથે જ નેહા કક્કર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતી પહેલી સિંગર બની ગઈ છે. 12 જુલાઈએ રાત્રે સિંગર નેહા કક્કરે પતિ રોહનપ્રીત સિંહ અને તેની મિત્રો સાથે આ ઉજવણી કરી હતી. તે દરમિયાન નેહાએ કેક કટિંગ પણ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.