મુંબઇ: ટિક ટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકી તેના એક વીડિયોને કારણે મુશ્કેલીમાં છે. ખરેખર, તે પોતાના આ વીડિયોમાં છોકરીઓ પર એસિડ એટેકના વખાણ કરતા જોવા મળે છે.
જેના કારણે લોકો ટ્વિટર પર તેની સામે ભડક્યા છે. હવે આ વીડિયો સામે મહિલા રાષ્ટ્રીય આયોગ (NCW) પગલા લેવા જઈ રહ્યું છે.
વાયરલ વીડિયોમાં ફૈઝલ એક છોકરાની એક્ટિંગ કરી રહ્યો છે, જે તેની ગર્લફ્રેન્ડને કહે છે કે, તે તને છોડી દેશે, જેના માટે તે મને છોડી દીધો, અને પછી તેના પર કંઈક ફેંકે છે. જે એસિડ છે, જેના કારણે યુવતીનો ચહેરો બગડે છે.
હવે સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોની નિંદા કરી રહ્યા છે, જેના પછી ભાજપના નેતા તાજિંદર પાલ સિંહ બગ્ગાએ NCWના અધ્યક્ષ રેખા શર્માને ટેગ કર્યા અને આ મામલાને પ્રકાશિત કર્યો. આ પછી રેખા શર્માએ તેમને જવાબ આપ્યો કે, તે આ મામલો પોલીસ અને ટિક ટોક ઈન્ડિયામાં લઈ જશે.
આ સાથે લોકો ટિક-ટોક પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી રહ્યા છે.