ETV Bharat / sitara

ટીવી સ્ટાર સનમ જોહર અને અબિગૈલ પાંડેની ડ્રગ્સ મામલે ફરી પૂછપરછ - સનમ જૌહર

બૉલિવૂડમાં હાલ ફિલ્મના બદલે ડ્રગ્સની ચર્ચા વધુ થઈ રહી છે. ડ્રગ્સ મામલામાં બૉલિવૂડ સેલેબ્સના નામ સામે આવી રહ્યાં છે. વધુમાં આ મામલે NCB એ ટીવી સ્ટાર સનમ જોહર અને અબિગૈલને ફરી પૂછપરછ માટે બોલાવ્યાં હતા.

sanam
sanam
author img

By

Published : Sep 24, 2020, 2:06 PM IST

મુંબઈઃ ટેલિવિઝન સ્ટાર અને ડાન્સર સનમ જોહર અને તેની ગર્લફ્રેન્ડ અબિગૈલ પાંડેને NCB એ ફરી ડ્રગ્સ મામલે પુછપરછ કરવા નાર્કોટિક્સ કન્ટ્રોલ ઓફ બ્યુોરની ઓફિસે બોલાવ્યાં હતાં. NCBને ઘરે દરોડા દરમિયાન તેમના ઘરમાંથી થોડી માત્રામાં મારિજુઆના ડ્રગ્સ મળી આવ્યું હતું.

બુધવારે પણ NCB એ આ બંને સ્ટાર્સની પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી. તેમજ આજે ફરી સનમ અને અબિગૈલને આ મામલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં હતા. તેમજ આજ રોજ વહેલી સવારે ડ્રગ્સ મામલે ફેશન ડિઝાઇનર સિમોનની પણ એનસીબી દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી.

હાલ બૉલિવૂડના સ્ટાર્સની ચર્ચા ફિલ્મના બદલે ડ્રગ્સ મામલે વધુ થઈ રહી છે. સુશાંત સિહની શંકાસ્પદ મોત બાદ NCB એ ડ્રગ્સ મામલે બૉલિવૂડમાં માજા મુકી છે. આ મામલે એક પછી એક અનેક ફેમસ અભિનેત્રીઓના નામ સામે આવી રહ્યાં છે. બુધવારે NCB એ સારા અલી ખાન, શ્રદ્ધા કપુર, રકુલ પ્રિત, સિમોન ખમબત્તા અને મસ્તાની ગર્લ તરીકે જાણીતી દીપિકા પાદુકોણને સમન પાઠવ્યું હતું.

K

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.