ETV Bharat / sitara

નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના ભાઇ પર લાગેલા જાતીય સતામણીના આરોપ પર લીધો ચૂપ રહેવાનો નિર્ણય - શમ્સ નવાબ

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ તેના ભાઇ શમ્સ નવાબ પર લાગેલા જાતીય સતામણીના આરોપ પર ચૂપ રહેવાનો નિર્ણય લીધો છે. જો કે, તેના ભાઈએ કહ્યું કે, 'આ ખોટી વાતો છાપવામાં કોઇ બીજાનો હાથ છે'.

Nawazuddin said
નવાઝુદ્દીન સિદ્દીકી
author img

By

Published : Jun 6, 2020, 7:48 AM IST

મુંબઈ: અભિનેતા નવાઝુદીન સિદીકીએ ભાઇ શમ્સ નવાબ સિદ્દીકી પર લાગેલ જાતીય સતામણીના આરોપ અંગે કંઇપણ બોલવાનો ઇન્કાર કર્યો છે. જ્યારે અભિનેતાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે, 'તમારી ચિંતા બદલ આભાર, પરંતુ કોઈ ટિપ્પણી નહીં.'

હાલમાં નવાઝુદીનની ભત્રીજીએ દિલ્હી જામિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે શમ્સ નવાબે આ સમગ્ર મામલે પોતાનો ખુલાસો આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમણે જણાવ્યું કે, તે અમારા ભાઇની દીકરી છે, જે દેહરાદૂનમાં રહે છે. તે નાની ઉંમરમાં જ ઘરેથી ભાગી ગઈ હતી. અને લગ્ન કરી લીધા હતાં. ત્યારે મારા ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. શમ્સે જણાવ્યું કે ત્યારબાદ આ કેસ હાઇકોર્ટમાં પણ ગયો હતો.

શમ્સનું કહેવું છે કે, તેની ભત્રીજીને ઉશ્કેરવામાં આવી રહી છે. તે કાયદાની મદદ લેવાની યોજના બનાવી રહ્યો છે. શમ્સે કહ્યું કે, તે લોકડાઉન પુરૂ થાય અને કોર્ટ ખુલે તેની રાહ જોઈ રહ્યો છે. શમ્સે સોશિયલ મીડિયા ઉપર પણ તેની પોસ્ટ અંગે ખુલાસો આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.