મુંબઇ: નવાઝુદ્દીન સિદ્દીકી છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં એક અગ્રણી પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં નવાઝની ભત્રીજીએ તેના કાકા એટલે કે નવાઝના ભાઈ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે નવાઝની પત્ની આલિયાનું નિવેદન સામે આવ્યું છે.
તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, 'આ તો શરૂઆત છે. મને ખૂબ ટેકો આપવા બદલ ભગવાનનો આભાર. હજૂ ઘણા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવવાના બાકી છે. કેમ કે મૌન રહીને મુશ્કેલીનો સામનો કરનારી હું એકલી જ નથી. જોવાનું એ છે કે, કેટલા પૈસા સત્યને ખરીદી શકે છે અને તેઓ કોને લાંચ આપતા રહે છે.
વધુમાં જણાવીએ તો નવાઝની ભત્રીજીએ દિલ્હીના જામિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું હતું કે, જ્યારે હું 9 વર્ષની હતી ત્યારે મારા કાકાએ જાતીય શોષણ કર્યું હતું, મેં તે અંગે ફરિયાદ નોંધાવી છે. લગ્ન પછી મારા સાસરિયાઓને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. મારા પિતા અને મોટા પિતા (નવાઝ) પણ તેમાં સામેલ છે. તેઓએ મારા સાસરિયાઓને ત્રાસ આપવાના ઇરાદે ખોટા કેસ કર્યા છે.