હૈદરાબાદઃ ટેલિવુડની ફેમસ સિરિયલ (tellywood Famous Serial) 'નાગિન'ની ( (serial Nagin Season 6) ) દરેક સીઝન પર દર્શકોએ ઘણો પ્રેમ વરસાવ્યો છે. આ જ કારણ છે કે, ડાયરેકટર અને નિર્માતા એકતા કપૂરે નાગિન'ની છઠ્ઠી સીઝન બનાવી છે જેનું એલાન એકતા પણ થઇ ગયું છે. આ સાથે ટીઝરની (Nagin 6 Teaser) પ્રથમ ઝલક પણ સામે આવી છે. આ ઝલક દુનિયાની વર્તમાન પરિસ્થિતિને પ્રસ્તુત કરી રહી છે. જેમાં રસપ્રદ વાત એ છે કે, આ ઝલક અગાઉની દરેક સીઝનથી એકદમ અલગ પડે છે. આ વખતે દરેક સીઝનની નાગિન કરતા આ સીઝનની નાગિન હટકે હશે.
નાગિન'ની છઠ્ઠી સીઝન ટુંક સમયમાં લોકો સામે પ્રસ્તુત
એકતા કપૂરે (producer Ekta Kapoor) 'બિગ બોસ'ના સ્ટેજ પરથી 'નાગિન'ની છઠ્ઠી સીઝન ટુંક સમયમાં લોકો સામે પ્રસ્તુત થશે તેવી જાહેરાત કરી હતી. 'નાગિન'ની છઠ્ઠી સીઝનના 22 સેકન્ડના ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે, 2019 સુધી દુનિયામાં બધુ જ બરાબર ચાલતુ હતું, પરંતુ 2020માં વિશ્વમાં મહામારીએ ભરડો લીધો આ સાથે દુનિયા પણ બદલાઈ રહી છે તેમજ નાગીન પણ બદલી ગઇ છે. ટીઝરની સાથેના કેપ્શનમાં લખ્યું છે, 'આ બદલતી દુનિયાના રંગો જોઈને, આવી રહી છે, જેની સૌ બેસબરીથી રાહ જોઈ રહ્યા છે, નાગિન 6 ટૂંક સમયમાં કલર્સ પર'
'નાગિન 6'નું પ્રસારણ 30 જાન્યુઆરીથી
એકતા કપૂરે 'બિગ બોસ'ના શો પરથી જણાવ્યું હતું કે, 'નાગિન 6'નું પ્રસારણ 30 જાન્યુઆરીથી થશે. આ ઉપરાંત શોની સ્ટારકાસ્ટ વિશે તેણે કહ્યું હતું કે, સલમાન ખાન બન્ને મુખ્ય અભિનેત્રીઓને જાણે છે. તેમાંથી એકનું નામ Mથી શરૂ થાય છે.
મહિમા મકવાણીના નામની ચર્ચા નાગિનની છઠ્ઠી સીઝન માટે
થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે, મહેક ચહલને આ સિઝનમાં મોટો બ્રેક મળવાનો છે. આ સિવાય મહિમા મકવાણીના નામની પણ ચર્ચા થઇ રહી છે. તમને જણાવી દઈએ કે પ્રથમ સિઝનમાં મૌની રોય (Mauni Roy Films) 'નાગિન'નું પાત્ર ભજવતી જોવા મળી હતી જેમાં મૌનીને આ પાત્રથી ખુબ લોકપ્રિયતા મળી હતી.
આ પણ વાંચો:
Javed Akhtar Defamation case : અભિનેત્રી કંગના રનૌતને કોર્ટે રાહત ન આપી, અરજી નામંજૂર