મુંબઈઃ 'ગલીબોય' ફિલ્મ માટે એકટર રણવીર સિંહને બેસ્ટ એકટર ફિલ્મ ફેર અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ફિલ્માં મુખ્ય ભૂમિકા ભજવવી અને શ્રેષ્ઠ પ્રદર્શન કરી રણવીરે આ અવોર્ડ પોતાને નામ કર્યો છે.
અવોર્ડ મેળવ્યાના બે દિવસ પછી રણવીર સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં દીપિકા પાદુકોણના હાથમાં રણવીરને મળેલો બેસ્ટ એકટરનો અવોર્ડ અને હોઠોં પર મુસ્કુરાહટ દેખાઈ છે. બંધ આંખો, ચહેરા પર મુસ્કુરાહટ અને હાથમાં ટ્રોફી સાથે દીપિકા પાદુકોણ આ ફોટોમાં ખુબ જ ક્યૂટ લાગી રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
રણવીર સિંહે ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, when my little lady met my black lady (મારી નાની લેડી મારી બ્લેક લેડીને મળી). આ સાથે હાર્ટનું ઈમોજી પણ મુક્યું છે. નોંધનીય છે કે, ગલીબોય ફિલ્મે ફિલ્મ ફેર અવોર્ડમાં ધુમચાવી હતી. આ ફિલ્મને અનેક અવોર્ડ મળ્યાં છે.
જો કે, રણવીરના વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર ટૂંક સમયમાં કબીર ખાનની ફિલ્મ '83'માં પત્ની દીપિકા સાથે જોવા મળશે. જેમાં તે પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યાં છે.