ETV Bharat / sitara

સંગીતકાર અભિનવનું 'બર્દાશ્ત' ગીત રેકોર્ડબ્રેક, માત્ર બે જ અઠવાડિયામાં 22 લાખથી વધુ વ્યૂઝ - બોલીવુડ

સંગીતકાર અભિનવનું ગીત માત્ર બે જ અઠવાડિયામાં 22.3 લાખથી વધુ વ્યુવર્સએ પહોચ્યું છે. આ ગીતમાં 2 લાખ 86 હજારથી વધુ લાઈક્સ પણ મળી ચૂક્યા છે. તેમનું ગીત 2010માં બનાવવામાં આવ્યું હતું. અભિનવે સંગીતકાર નીતેશ શ્રીવાસ્તવ સાથે મળીને 2021માં ફરીથી નવા અંદાજમાં કંપોઝ કર્યું છે.

સંગીતકાર અભિનવનું 'બર્દાશ્ત' ગીત રેકોર્ડબ્રેક

author img

By

Published : Feb 22, 2021, 2:43 PM IST

  • અભિનવનું ગીત માત્ર બે જ અઠવાડિયામાં 22.3 લાખથી વધુ વ્યુવર્સએ પહોચ્યું
  • 'બર્દાશ્ત' ગીતમાં 2 લાખ 86 હજારથી વધુ લાઈક્સ પણ મળી ચૂક્યા છે
  • 2010નું ગીત અભિનવ દ્વારા 2021માં રી-કંપોઝ કરવામાં આવ્યું

મસૂરી: ઉત્તરાખંડના યુવા સંગીતકાર અભિનવનું ગીત માત્ર બે જ અઠવાડિયામાં 22.3 લાખથી વધુ વ્યુવર્સએ પહોચ્યું છે. આ ગીતમાં 2 લાખ 86 હજારથી વધુ લાઈક્સ પણ મળી ચૂક્યા છે. ઝી મ્યુઝિકમાં સંગીતકાર તરીકેની પોતાની ઓળખ બનાવનાર અભિનવ મસૂરીનો રહેવાસી છે. પરંતુ તેનું નામ દુનિયાભરમાં જાણીતું છે. 2021માં બનાવેલું તેમનું ગીત 'બર્દાશ્ત' આજે આખી દુનિયામાં ધૂમ મચાવી રહ્યું છે.

અભિનવનું લક્ષ્ય ઉત્તરાખંડને સંગીતકાર તરીકે પ્રસ્થાપિત કરવું

પર્વતોની રાણી મસૂરીના યુવા સંગીતકાર અભિનવ સ્વિનનબર્ગનું લક્ષ્ય છે કે એક સંગીતકાર તરીકે ઉત્તરાખંડનું નામ લેવાય. અભિનવનું ગીત 'બર્દાશ્ત' ઝી મ્યુઝિકના પેજ પર વર્ષ 2021નું સૌથી મોટું ગીત બનીને ઉભરી આવ્યું છે. સંગીતકાર અને દિગ્દર્શક અભિનવ કહે છે કે, તેમનું ગીત 2010માં બનાવવામાં આવ્યું હતું, જે તેમના મિત્ર વિકાસ ચૌહાણે લખ્યું હતું. અભિનવે આ ગીતને નવી રીતે તેના મિત્ર અને સાથી સંગીતકાર નીતેશ શ્રીવાસ્તવ સાથે મળીને 2021માં ફરીથી નવા અંદાજમાં કંપોઝ કર્યું છે, આ ગીત પર વિશ્વ વિખ્યાત અને લોકપ્રિય ગાયક હરિહરને પોતાનો મધુર અવાજ આપ્યો છે.

મ્યુઝિક ઈંડસ્ટ્રીઝમાં અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે

અભિનવે આ ગીતમાં કંપોઝર, સંગીતકાર તેમજ મિક્સિંગ ઈન્જીનીયર તરીકે પણ કામ કર્યું હતું. અભિનવ અને નિતેશ હિન્દી ફિલ્મ અને મ્યુઝિક ઈંડસ્ટ્રીઝમાં આજકાલ મ્યુઝિક સંબંધિત ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, તેમની માતા ઉષા એમપીજી કોલેજ મસૂરીમાં રાજકીય વિજ્ઞાન વિભાગના વડા રહી ચૂક્યાં છે. જ્યારે તેના પિતા નવીન પ્રખ્યાત સેન્ટ જ્યોર્જ કોલેજમાં સંગીત શિક્ષક છે.

સંગીતનો અભ્યાસ પિતા પાસેથી મેળવ્યો

તેમની આવી અનેક સિદ્ધિઓ પર મસુરીવાસીઓમાં ખુશીની લહેર પ્રસરી રહી છે. અભિનવે મસૂરીની વાઇનબર્ગ એલન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. જ્યારે તેમણે તેમના ઘરે જ તેમના પિતા પાસેથી સંગીતનો અભ્યાસ કર્યો હતો. એમપીજી કોલેજના આચાર્ય ડો.અનીલ પવાર, ડો.ઇમરાન ખાન અને તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ સિધ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.