ફક્ત 36 વર્ષની ઉંમરમાં જ દુનિયાની મહેફિલમાંથી વિદાય લઇ લીધી. થોડા સમયમાં જ મધુબાલાઓ લોકો સામે પોતાની એક અલગ ઓળખાણ ઉભી કરી લીધી હતી. આજે પણ ઘણી અભિનેત્રીઓ મધુબાલાને પોતાની આદર્શ માને છે. 14 ફેબ્રુઆરી 1933માં જન્મેલી મધુબાલાનું નામ મુમતાઝ જહા હતું. દિલ્હી આકાશવાણીમાં બાળકોના એક સંગીત કાર્યક્રમ દરમિયાન સંગીતકાર મદનમોહનના પિતાએ મધુબાલાને પહેલી વખત જોઇ ત્યારથી જ તેમને તે પસંદ આવી ગઇ.. ત્યાર બાદ "બસંત" ફિલ્મમાં મધુબાલાએ એક બાળ કલાકાર તરીકેની ભૂમિકા ભજવી. એક બાળ કલાકારથી એક આઇકોનિક અભિનેત્રી સુધીની મધૂબાલાની જીવન યાત્રા કમાલની હતી !
એવુ માનવામાં આવે છે કે એક જ્યોતિષે મધુબાલાના માતા-પિતાને કહ્યુ હતુ કે તે ખુબ પૈસા કમાશે પરંતુ તેની જીંદગીમાં ઘણુ દુ:ખ હશે. બસંત પછી રણજીત સ્ટુડિયોમાં અમુક ફિલ્મોમાં કામ કરીને મધુબાલાએ પોતાના ફિલ્મી કરિયરની શરુઆત કરી. આ ફિલ્મી દુનિયાએ મુમતાજને એક નવુ નામ આપ્યુ "મધુબાલા".. મધુબાલા સમયથી ધણી આગળ હતી. ફક્ત 12 વર્ષની ઉંમરમાં જ તે કાર ડ્રાઇવીંગ શીખી ગઇ હતી.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
મધુબાલાને પહેલી વખત હિરોઇન બનાવી ડાયરેક્ટર કેદાર શર્માએ.. ફિલ્મનું નામ હતુ "નીલકમલ" અને હીરો હતા રાજકપુર. આ ફિલ્મ બાદ તો તેને લોકો સુંદરતાની દેવી કહેવા લાગ્યા હતા. ત્યાર બાદ તેને "મહલ" ફિલ્મથી સફળતા મળી.. અશોક કુમાર સાથેની આ ફિલ્મે ઇતિહાસ રચી દીધો હતો. મહલની સફળતા બાદ મધુબાલાએ પાછળ ફરીને નથી જોયુ, તે સમયના સ્ટાર કલાકારો જેવા કે રાજ કપુર, અશોક કુમાર, દિલીપ કુમાર, દેવાનંદ સાથે તેમની એક પર એક હિટ ફિલ્મો આવતી રહી. અમુક ફિલ્મો ફ્લોપ પણ રહી પરંતુ તેણે આવી અસફળતાઓને હરાવી સફળતા તરફ પોતાના પગ આગળ વધાર્યા.
1958માં આવેલી ચાર ફિલ્મો, ફાગુન, હાવરા બ્રિજ, કાલા પાની, ચલતી કા નામ ગાડી સુપર હિટ સાબિત થઇ. ત્યાર બાદ 1960માં ફિલ્મ "મુધલ-એ-આઝમ" રીલીઝ થઇ આ ફિલ્મે તો મધુબાલાને એક અલગ જ સ્તર પર પહોંચાડી દીધી. આ ફિલ્મ દરમિયાન તેમનું સ્વાસ્થય પણ ઠીક નહોતુ રહેતુ, આ ફિલ્મનું કામ 9 વર્ષ સુધી ચાલ્યુ હતુ, મધુબાલાની લવ લાઇફની વાત કરીએ તો દિલીપ કુમાર અને મધુબાલાના ચર્ચા ઘણા થતા હતા, એક રોમેન્ટીક ફિલ્મની સ્કિપ્ટની જેમ આ લવ સ્ટોરી ક્યારે શરુ થઇ અને ક્યારે પુરી થઇ તે ખ્યાલ ન આવ્યો. દિલીપ કુમારની જીંદગીમાં જ્યારે મધુબાલા આવી ત્યારે તે ફક્ત 17 વર્ષની હતી, પરંતુ મધુબાલા અને દિલીપ કુમારના પ્રેમ વચ્ચે તેમના પિતા વિલન બની બેઠા અને અંતે આ પ્રેમી જોડુ અલગ થઇ ગયુ.
દિલીપ કુમાર બાદ મધુબાલાનું દિલ ફરીથી એક વાર ધડક્યુ કિશોક કુમાર સાથે, "ચલતી કા નામ ગાડી" ફિલ્મમાં "એક લડકી ભીગી ભાગી સી" ગીત ગાઇને કિશોર કુમારે મધુબાલાનું દિલ જીતી લીધુ. ત્યાર બાદ કિશોર કુમાર અને મધુબાલાએ લગ્ન કરી લીધા. લગ્ન પછી તેમને ખ્યાલ આવ્યો કે મધુબાલાના હ્રદયમાં કાંણુ છે. ત્યારે મધુબાલાએ પથારી અવસ્થા પકડી લીધી કિશોર કુમાર પણ મધુબાલાને 2 -3 મહિનામાં એક વાર મળવા જતા હતા, કિશોર કુમારનું કહેવુ છે કે મધુબાલા તેમને જોઇને રડી જતી હતી અને તે કારણે તેઓ નતા ઇચ્છતા કે તે રોઇને વધુ બિમાર પડી જાય.
અને આખરે 23 ફેબ્રુઆરી 1996 ના દિવસે મધુબાલાએ દુનિયાથી અલવીદા કહી દીધુ..જીવનના આખરી 9 વર્ષ તેણે પથારી વશ થઇ કાઢ્યા, તેમના નિધન બાદ તેમની ફિલ્મ જલવા રીલીઝ થઇ, જે તેમની આખરી ફિલ્મ હતી.