મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત ગત મહિનાની 14 મી તારીખે તેમના મુંબઇ નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યો હતો, તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જોકે તેના મોતને હત્યા કહેવામાં આવી રહ્યું હતું, જે બાદ મુંબઈ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. માહીતી મુજબ, પોલીસ આ મામલે આગામી 10 થી 15 દિવસમાં પોતાનો અંતિમ રિપોર્ટ રજૂ કરવાની છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
મળતી માહિતી મુજબ શનિવારે ફોરેન્સિક ટીમના વરિષ્ઠ પાંચ અધિકારીઓએ આ મામલાની ચર્ચા કરી હતી. આ વાતચીતમાં બહાર આવ્યું છે કે તે ટૂંક સમયમાં આ કેસનો અંતિમ રિપોર્ટ રજૂ કરશે.આ અંગે વધુમાં જણાવા મળ્યું હતું કે જો આ કેસમાં કેટલાક અન્ય લોકોની પૂછપરછ કરવાની જરૂર જણાશે, તો તેઓને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ગત મહિનાની 14 મી જૂને સુશાંતસિંહ રાજપૂતે પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. તે દિવસથી પોલીસે લગભગ ત્રણ ડઝન લોકોની પૂછપરછ કરી છે. સુશાંતના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફાંસી લગાવવાથી તેમનું મોત થયું હતું.
આ સિવાય ફોરેન્સિક રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની દવાઓ અથવા ઝેરના પુરાવા મળ્યા નથી. દરમિયાન, સોશિયલ મીડિયા પર સુશાંતના ચાહકો શરૂઆતથી જ આ કેસની CBI તપાસની માગ કરી રહ્યા છે. માત્ર ચાહકો જ નહીં, રાજ્યસભાના સભ્ય સુબ્રમણ્યમ સ્વામી, અભિનેતા શેખર સુમન અને દિગ્દર્શક શેખર કપૂરે પણ સુશાંતના કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવે તેવી માગ કરી છે.