મુંબઈ: બોલીવૂડ અભિનેતા જ્હોન અબ્રાહમ અને અભિનેત્રી મૃણાલ ઠાકુર નું નવું ગીત ‘ગલ્લા ગોરિયા’ રિલીઝ થઈ ગયું છે. આ આખું ગીત એક લગ્નના માહોલમાં ફિલ્માવાયું છે. જેમાં મૃણાલ ઠાકુર જ્હોનને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરવા ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. તે જ્હોન સાથે પોતાના લગ્નના સપના પણ જોવે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
વીડિયોમાં મૃણાલ લીલા રંગના લહેંગામાં તો જ્હોન કાળા રંગની શેરવાનીમાં જોવા મળી રહ્યો છે. તો આ બંનેની સાથે ગોવિંદાના ગીત "મય સે મીના સે ના સાકી સે…" પર ડાન્સ કરી પ્રખ્યાત થયેલા ડબ્બૂ અંકલ પણ વીડિયોમાં જોવા મળી રહ્યા છે.
મ્યુઝિક કંપની ટી-સિરીઝે પોતાના યુ ટ્યુબ ચેનલ પર આ ગીત રિલીઝ કર્યુ છે. આ ગીત જ્હોન અને મૃણાલ ની ફિલ્મ ‘બાટલા હાઉસ’ માટે બનાવવામાં આવ્યું હતું પરંતુ ફિલ્મના મૂડ સાથે મેચ ન થતાં તેને અલગ આલ્બમ તરીકે રિલીઝ કરવામાં આવ્યું છે.