મુંબઈ: અભિનેત્રી મૌની રોયે એવી કેટલીક ટીપ્સ સૂચવી છે, જેની મદદથી તે લોકડાઉન દિવસોમાં પોતાને તણાવથી દૂર રાખે છે. મૌનીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, 'તમારી કોફી પી લો, કોઈ પુસ્તક વાંચો અને નૃત્યની મદદથી તમારી ચિંતાઓ દૂર રાખો ..'
- View this post on Instagram
Drink your coffee, read your book and Fan and dance all your worries away....♥️☺️
">
આ સાથે મૌનીએ બૂમરોંગ વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તે લાલ રંગના લહેંગામાં જોવા મળી રહી છે.
મૌની આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણું શેર કરે છે. તે આ દિવસના લોકડાઉન પર પણ પેઇન્ટિંગ કરી રહી છે. તેણે પોતાની ઘણી પેઇન્ટિંગ્સ પણ ચાહકો સાથે શેર કરી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
મંગળવારે મૌનીએ તેની એક બીજી તસવીર શેર કરી, જેમાં તે બ્લેક સ્લીવલેસ ટોપમાં જોવા મળી હતી. તેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, 'જી.આઈ.જેન.' લોકોને આ તસવીર ખૂબ ગમી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અભિનયની વાત કરીએ, તો મૌની આગામી સમયમાં 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે, જેમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ છે.