મુંબઈઃ અભિેનેત્રી જાન્હવી કપુરે પોતાની માતા અને અભિનેત્રી શ્રીદેવી સાથે બાળપણનો એક ફોટો શેર કર્યો છે. જે ફોટો સાથે ભાવુક કેપ્શન લખ્યું છે.
બૉલિવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીની બીજી પુણ્યતીથિ પર પુત્રી જાન્હવી કપુરે ભાવુક થઈ માતાને યાદ કર્યા હતા. જાન્હવી કપુરે ઈન્સ્ટાગ્રામ પર માતા શ્રીદેવી સાથે બાળપણનો એક ફોટો શેર કર્યો છે. બ્લેક અને વ્હાઈટ ફોટોમાં જાનહ્વી માતા સાથે સોફા પર સુતી જોવા મળે છે. ફોટો કેપ્શનમાં પુત્રી જાન્હવી લખ્યું છે કે, " હું રોજ તેમને યાદ કરુ છું."
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
નોંધનીય છે કે 24 ફેબ્રુઆરીના રોજ 2018માં દુબઈમાં શ્રીદેવી અંતિમ શ્વાસ લીધા હતા. જયાં શ્રીદેવી એક પારિવારિક પ્રસંગમાં સામેલ થવા ગયા હતાં.