ન્યૂઝ ડેસ્ક: હરનાઝ કૌર સંધુએ, જ્યારે વર્ષ 2021માં મિસ યુનિવર્સ (Miss Universe Harnaz Sandhu) નો ખિતાબ જીત્યો હતો, ત્યારે તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ ગર્વથી ઊંચું કરી દીધુ હતું. સાથે જ હરનાઝે મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને 21 વર્ષના ઇંતજારનો અંત લાવી ઇતિહાસ રચ્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
2000થી આ ખિતાબ માટે તરસી રહ્યું હતું ભારત વર્ષ. છેલ્લે વર્ષ 2000માં અભિનેત્રી લારા દત્તાને મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. હવે મિસ યુનિવર્સ 2021 હરનાઝ કૌર સંધુ માટે ભવ્ય સ્વાગત પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં (Harnaz Sandhu Grand Welcome Party) બોલિવૂડ અને ટીવી જગતના ઘણા સ્ટાર્સે દસ્તક આપી હતી.
![મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુના ભવ્ય સ્વાગત માટે વેલકમ પાર્ટીનું આયોજન, આ હસ્તીઓએ આપી હાજરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14799160_1.png)
ઈસ્ટાલિયા ખાતે વેલકમ પાર્ટીની ગોઠવણી: હરનાઝ સંધુ માટે મુંબઈના ઈસ્ટાલિયા ખાતે આ વેલકમ પાર્ટીની ગોઠવણી કરવામાં આવી હતી. આ પાર્ટીનો કારભાર સમાજવાદી નિશા જામવાલ પર હતો. હરનાઝ સંધુના વેલકમમાં આ પાર્ટીના પ્રબંધમાં મોડું થયું છે, જેનું એક માત્ર કારણ છે કોરોના.
પાર્ટીમાં લાગી રહી હતી ચાંદની: મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુ આ પાર્ટીમાં બ્લેક ચમકદાર ગાઉનમાં એન્ટ્રી કરી હતી. સાથે જ હરનાઝે લાઇટ મેકઅપ સાથે વેવી હેરસ્ટાઈલ બનાવી હતી. હરનાઝ આ આઉટફિટમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.
![મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુના ભવ્ય સ્વાગત માટે વેલકમ પાર્ટીનું આયોજન, આ હસ્તીઓએ આપી હાજરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14799160_3.png)
પાર્ટીમાં ઘણા સેલેબ્સ ઉપસ્થિત: મિસ યુનિવર્સ હરનાઝ કૌરની ભવ્ય સ્વાગત પાર્ટીમાં સંગીત નિર્દેશક અનુ મલિક, અભિનેત્રી લોપામુદ્રા રાઉત, અભિનેતા રણજીત, ફરદીન ખાન, જાયદ ખાન તેમની પત્ની સાથે પહોંચ્યા હતા. આ ઉપરાંત, મિસ દિવા યુનિવર્સ 2018 નેહલ ચુડાસમા, મિસ્ટર વર્લ્ડ 2016 રોહિત ખંડેલવાલ, પ્રખ્યાત સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની, અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાની અને વિંદુ દારા સિંહે પણ હરનાઝ સંધુની આ હોમ કમિંગ પાર્ટીમાં પહોંચી હતી.
![મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુના ભવ્ય સ્વાગત માટે વેલકમ પાર્ટીનું આયોજન, આ હસ્તીઓએ આપી હાજરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14799160_2.png)