આ અંગે સુચના અને પ્રસારણપ્રધાન પ્રકાશ જાવડેકરે શનિવારે ટ્વીટ કરી જાણકારી આપી હતી. તેમણે ટ્વીટર પર લખ્યુ કે," સિનેમાંમા ઉલ્લેખનીય યોગદાન માટે આ વર્ષે આઈકન ઓફ ગોલ્ડન જુબલી ઓફ IFFI એટલે કે, ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું સુવર્ણ જયંતી પ્રતીક પુરસ્કાર ખ્યાતનામ અભિનેતા એસ રજનીકાંતને આપવામાં આવશે."
રજનીકાંતે આ પુરસ્કાર માટે પસંદગી પામવા બદલ ખુશી વ્યક્ત કરી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. રજનીકાંતે ટ્વીટર પર કહ્યું કે, "ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રતિષ્ઠત આઈકન ઓફ ગોલ્ડન જૂબલી ઓફ અવોર્ડ માટે હું ભારત સરકારનો આભાર માનું છું".
ફિલ્મ ફેસ્ટિવલમાં લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર ફ્રેન્ચ અભિનેત્રી ઈસાબેલ હપ્પર્ટને પ્રદાન કરવામાં આવશે.
20 નવેમ્બર થી 28 નવેમ્બર સુધી ચાલુ રહેનાર ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં આ વર્ષે 50 મહિલા નિર્દેશકોની વિભિન્ન ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે.