એર્નાકુલમ પોલીસે રવિવારે મામૂટીની 'મમંગમ' વિરુદ્ધ પાઇરોસીનો કેસ દાખલ કર્યો હતો. પોલીસે મામૂટીની ફિલ્મ 'મંગમમ' ઇન્ટરનેટ પર લીક કરી હોવાના આક્ષેપ કર્યા છે. હાલમાં જ રિલીઝ થયેલી સૌથી મોટા બજેટની મલયાલમ ફિલ્મને ગયા અઠવાડિયે 45 દેશોમાં રીલિઝ કરવામાં આવી હતી. આ ફિલ્મની સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે 30 સભ્યોની એક ટીમ બનાવી છે. હવે ખબર પડી ગઈ છે કે, આ ફિલ્મ ઇન્ટરનેટ પર કોણે અપલોડ કરી છે. તેની જાણકારી પોલીસને પણ આપી દેવામાં આવી છે.
આ ફિલ્મ 18મી સદીના મમંગમ ફેસ્ટિવલની જાણકારી આપે છે. તે માલાબાર ક્ષેત્રના ભરતપૂજા નદીના તટ પર ઉજવવામાં આવતો હતો. તેમજ ફિલ્મને 45 દેશોની 2500 સ્કીન પર ગુરૂવારે રિલીઝ કરવામાં આવી હતી. જો કે, બે દિવસ બાદ ફિલ્મ ઇન્ટરનેટ પર લીક થઇ હતી.
ફિલ્મ ટ્રેલરના રિલીઝ પછી ચાહકો અને ટીકાકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એમ.પદ્મકુમાર દિગ્દર્શિત ફિલ્મના ટ્રેલરની શરૂઆત રાજધાનીના શોર્ટથી થાય છે. વેણુ કન્નાપિલ્લી દ્વારા નિર્મિત આ ફિલ્મમાં ઉન્ની મુકુંદન, પ્રાચી તેહલાન અને અભિરામી વી અય્યર પણ મુખ્ય રોલમાં છે.