ETV Bharat / sitara

બોલિવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે નવા વીડિયોથી ઈન્સ્ટાગ્રામ પર મચાવી ધૂમ - મલ્લિકા શેરાવત પેરીસ ફોટો

બોલિવુડની બોલ્ડ અભિનેત્રી મલ્લિકા શેરાવત અત્યારે ફિલ્મોમાં તો એક્ટિવ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ રહે છે. અત્યારે મલ્લિકા શેરાવત પેરિસમાં છે. અહીંથી તે અવારનવાર પોતાના નવા નવા લુકમાં ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

મલ્લિકા શેરાવત
મલ્લિકા શેરાવત
author img

By

Published : Jul 31, 2021, 4:01 PM IST

  • બોલિવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત
  • મલ્લિકાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • મલ્લિકાએ હોલિવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું

ન્યૂઝ ડેસ્ક: બોલિવુડની બોલ્ડ અભિનેત્રી મલ્લિકા શેરાવત અત્યારે પેરિસમાં છે. અહીંથી તે અવારનવાર પોતાના નવા નવા ફોટોઝ-વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ મલ્લિકાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મલ્લિકા સ્ટાઈલ સાથે વોકિંગ અને ડાન્સ કરી રહી છે. આ ઉપરાંત વીડિયોમાં પેરિસનો એફિલ ટાવર પણ જોવા મળી રહ્યો છે. મલ્લિકાના ફેન્સને તેનો આ વીડિયો ઘણો પસંદ પડી રહ્યો છે.

આ પણ વાંચો- મલાઈકા અરોરા બની અમદાવાદની મહેમાન, શહેરની એક જાણીતી રેસ્ટોરન્ટમાં લીધું ગુજરાતી ભોજન

મલ્લિકા અત્યારે લાઈમલાઈટથી દૂર છે

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી મલ્લિકા શેરાવતે ફિલ્મોમાં પોતાના બોલ્ડ લુક અને અંદાજથી લોકોને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા. મલ્લિકાએ વર્ષ 2003માં આવેલી ફિલ્મ ખ્વાહીશથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આ ઉપરાંત મલ્લિકાએ અભિનેતા ઈમરાન હાશ્મી સાથે મર્ડર ફિલ્મમાં કામ કર્યું હતું, જેમાં તેનો બોલ્ડ લુક લોકોને ખૂબ જ પસંદ પડ્યો હતો. મલ્લિકાએ બોલિવુડની સાથે સાથે હોલિવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સાથે જ મલ્લિકા કોમેડી ફિલ્મ વેલકમમાં પણ જોવા મળી હતી. અત્યારે મલ્લિકા લાઈમલાઈટથી દૂર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.