- માધુરી દીક્ષિત માટે એજ ઇઝ જસ્ટ અ નંબર!
- ધકધક ગર્લ માધુરીએ ખૂબસુરત તસવીરો શેર કરી
- તરુણ તાહિલયાનીના ડિઝાઇનર પીસમાં જોવા મળી માધુરી
ન્યૂઝ ડેસ્ક (Bollywood News): માધુરી દીક્ષિત ( Madhuri Dixit ) દ્વારા શેર કરાયેલી તસવીરોમાં તેણે વ્હાઈટ ડ્રેસ પસંદ કર્યો છે. જેને ઈન્ડિયાના ફેમસ ફેશન ડીઝાઈનર તરુણ તાહિલયાનીએ (Tarun Tahiliyani ) ડીઝાઈન કર્યો છે. આ ડ્રેસ ત્રણ પીસમાં છે. જેમાં મેચિંગ કરાયેલા ચોલીની સાથે સ્કર્ટ અને દુપટ્ટા સામેલ છે. માધુરી એક વર્સેટાઈલ ડ્રેસર નથી, પણ કોન્ફિડન્સ અને ગ્રેસની સાથે ભારતીય તેમ જ વેસ્ટર્ન સિલ્હૂટ્સ પહેરવાની કળામાં તે માહીર છે.
આ પણ વાંચો: માધુરી દીક્ષિતે શેર કરી થ્રોબેક તસ્વીર, કેપ્શનમાં લખી શાયરી
હાથથી કરાઈ છે કશીદાકારી
માધુરીએ (Madhuri Dixit) જે સફેદ ડ્રેસ પહેર્યો છે, તેના પર હાથથી કશીદાકારી કરાઈ છે. જેની હેમલાઈન પર ગોલ્ડન ગોટા પટ્ટીને જોડવામાં આવી છે. લહેંગામાં ડીઝાઈનિંગ ધારીદાર પેટર્ન છે. જેના બેલ્ટ એરિયા પર ફ્લોરલ મોટિફ બનાવાયેલા છે. પોતાના આ સ્ટેટમેન્ટ સેટની સાથે માધુરીએ ટૂલ ફેબ્રિકવાળું બ્લાઉઝ મેચ કર્યુ છે. જેને બસ્ટિયર લૂક અપાયો છે અને રેશમી દોરાથી સિલાઈની સાથે હાઈલાઈટ્સ અપાઇ છે. ચોલીમાં 3-4 સ્વીલ્સ છે, જેમાં 3ડી એમબ્લિશમેન્ટની સજાવટ છે.
પોતાના આ ડ્રેસની સાથે માધુરીએ પર્લમેડ ડ્રોપ ડાઉન ઈયરિંગ્સ પહેર્યા છે. જેની સાથે પોતાના ગાલને હાઈલાઈટ્સ કરવા માટે તેના વાળને છૂટા મૂક્યાં છે. જેથી માધુરી વધુ સુંદર અને હસીન લૂકમાં જોવા મળી રહી છે.