ETV Bharat / sitara

શું કમલ હાસનની 'ઇન્ડિયન 2' બે ભાગોમાં થશે રિલીઝ? આ રહી સ્પષ્ટતા...

author img

By

Published : May 15, 2020, 1:47 PM IST

કમલ હાસનની 'ઇન્ડિયન 2' બે પાર્ટમાં રિલીઝ થવાની માહિતી પર અંતે લાઇકા પ્રોડક્શનનાં પ્રવક્તાએ સ્પષ્ટતા કરી કે, એવું કંઇ થવાનું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, એડિટીંગનું કામ તેજીથી ચાલી રહ્યું છે.

Etv Bharat, Gujarati News, Kamal Hassan, indian 2
indian 2

ચૈન્નઇઃ કમલ હાસનની મોસ્ટ એવેટેડ ફિલ્મ 'ઇન્ડિયન 2' વિશે હાલમાં જ મળતી માહિતી મુજબ નિર્માતા તેને 2 ભાગોમાં રિલીઝ કરવાના હતા,પરંતુ ફિલ્મ કંપની લાઇકા પ્રોડક્શન જે આ ફિલ્મની મહત્વની નિર્માતા છે, તેમણે સ્પષ્ટતા કરી કે, એવું કંઇ થવાનું નથી.

પ્રોડક્શન કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, છેલ્લા થોડા દિવસોથી ફિલ્મને લઇને ઘણી અફવાઓ સામે આવી રહી છે અને અમે તેને લઇને ખૂબ જ પરેશાન છીએ. ફિલ્મને બે ભાગોમાં રિલીઝ કરવામાં આવશે નહીં, જેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું હતું. એડિટિંગનું કામ ખૂબ જ તેજીથી આગળ વધી રહ્યું છે અને આશા છે કે, લોકડાઉન બાદ શૂટિંગ ફરીથી શરુ થશે.

આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા જણાવ્યું કે, ઓફિશિયલ સ્ટેટમેન્ટ પણ જાહેર થવાની સંભાવના છે.

ફિલ્મ શરુઆતથી જ ખૂબ જ ચર્ચામાં રહી છે. પહેલા તો મેગા બજેટની ફિલ્મ અને ત્યાર બાદ સેટ પર થયેલી ઘટનામાં ટેક્નીશિયન્સે પોતાના જીવ ગુમાવ્યા હતા.

શંકરના નિર્દેશનમાં બની રહેલી 'ઇન્ડિયન 2' વર્ષ 1996ની હિટ ફિલ્મ 'ઇન્ડિયન'ની સિક્વલ છે. આ ફિલ્મમાં કમલ હાસન ઉપરાંત કાજલ અગ્રવાલ, રકુલ પ્રીત સિંહ અને સિદ્ધાર્થ પણ મહત્વની ભુમિકામાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.