નાશિક: સ્વરકોકિલા લતા મંગેશકરે 6 ફેબ્રુઆરીએ દુનિયાને અલવિદા (Lata Mageskar) કહી દીધુ હતું. આજે ગુરુવારે સ્વર્ગસ્થ લતાજીની અસ્થિનું નાશિકમાં ગોદાવરી નદી (Godavari river Nashik) રામકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. લતા મંગેશકરના ભાઈ હદયનાથના પુત્ર આદિનાથ, નાની બહેન ઉષા મંગેશકર સહિત મંગેશકર પરિવારના ઘણા લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
ધાર્મિક વિધિસસર ભસ્મનું વિસર્જન
ધાર્મિક વિધિ મુજબ કલશની પૂજા કર્યા બાદ અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વેદમૂર્તિ શાંતારામ શાસ્ત્રી ભાનોસે અને ગંગા ગોદાવરી પંચકોઠી પુરોહિત સંઘના પ્રમુખ સતીશ શુક્લના માર્ગદર્શન હેઠળ તમામ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. આ દરમિયાન લતાજીની બહેન ઉષા મંગેશકર, બૈજનાથ, રાધા, કૃષ્ણ આદિનાથ મંગેશકર, મયુરેશ પાઈ, મીનાતાઈના પતિ યોગેશ ખાદીકર અને જિલ્લા કલેક્ટર સૂરજ મંધારે, મ્યુનિસિપલ કમિશનર કૈલાશ જાધવ હાજર હતા. નાશિકના સંગીતપ્રેમીઓ પણ રામકુંડ વિસ્તારમાં વિસર્જન માટે એકઠા થયા હતા.
આ પણ વાંચો: valentine week 2022: આ રીતે સેલિબ્રેટ કરો વેલેન્ટાઈન વીક
લતાજીને સંપૂર્ણ રાજકીય સન્માન આખરી વિદાય
લતાજીના નિધન પર આખો દેશ આંસુ વહાવી રહ્યો છે. તે જ સમયે, લતાજીને વિદાય આપવા માટે તેમના અંતિમ સંસ્કારમાં હજારો લોકો એકઠા થયા હતા. મુંબઈના શિવાજી પાર્કમાં લતાજીને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: અલ્લુ અર્જુનનો 'પુષ્પા' ટ્રાન્સફોર્મેશન વીડિયો ફ્લાવર નહી ફાયર, જુઓ વીડિયો