ETV Bharat / sitara

Bellbottom ફિલ્મના ટ્રેલરમાં લારા દત્તા પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં દેખાઈ પણ કોઈ ઓળખી ન શક્યું - બેલબોટમમાં લારા દત્તા ઈન્દિરા ગાંધીના રોલમાં

છેલ્લા ઘણા સમયથી લોકો બોલિવુડ અભિનેતા અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ 'બેલબોટમ' (Bellbottom)ની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ (Trailer Launch) થતા દર્શકોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ ટ્રેલર રિલીઝ થયાની થોડી જ મિનીટ પછી નેટિજન્સે સોશિયલ મીડિયા (Social Media) પર લારા દત્તા (Lara Dutta) પર કામ કરનારા મેકઅપ આર્ટિસ્ટ (Makeup artist)ના વખાણ કરતા નથી થાકી રહ્યા. કારણ કે, આ ફિલ્મમાં લારા દત્તા પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી (Former Prime Minister Indira Gandhi)નો રોલ કરી રહી છે, જે ટ્રેલરમાં બતાવવામાં પણ આવ્યું છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ લારા દત્તાને ઓળખી જ નહતો શક્યો.

Bellbottom ફિલ્મના ટ્રેલરમાં લારા દત્તા પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં દેખાઈ પણ કોઈ ઓળખી ન શક્યું

author img

By

Published : Aug 4, 2021, 11:39 AM IST

  • બોલિવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ બેલબોટમનું (Bellbottom) ટ્રેલર થયું રિલીઝ
  • ટ્રેલરમાં લારા દત્તા (Lara Dutta) દેખાઈ પણ કોઈ પણ તેને ઓળખી ન શક્યું
  • ફિલ્મમાં લારા દત્તા પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીનો (Former Prime Minister Indira Gandhi) રોલ નિભાવી રહી છે

ન્યૂઝ ડેસ્કઃ બોલિવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બેલબોટમ'નું (Bellbottom) ટ્રેલર મંગળવારે સાંજે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. જોકે, આ ટ્રેલરમાં લારા દત્તા પણ જોવા મળી રહી છે, પરંતુ કોઈ પણ તેને ઓળખી નથી શકતું. ટ્રેલરમાં પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી તરીકે લારા દત્તા દેખાઈ રહી છે, પરંતુ તેના શાનદાર મેકઅપના (Makeup) કારણે કોઈ પણ વ્યક્તિને ખબર જ ન પડી કે તે લારા દત્તા છે. આ ફિલ્મ એક વિમાન અપહરણની સાચી ઘટનાઓથી પ્રેરિત છે, જેમાં અક્ષય કુમાર એક અંડરકવર અધિકારી (Undercover Officer) છે, જેને ભારત સરકારે 4 અપરહરણકર્તા અને 240 પ્રવાસીઓને બચાવવા માટે નિયુક્ત કર્યો છે.

આ પણ વાંચો- બોલિવુડ અભિનેત્રી જુહી ચાવલાએ 'પરમસુંદરી' ગીત પર લગાવ્યા ઠુમકા, વીડિયો થયો વાઈરલ

લારા દત્તા વડાંપ્રધાનના રોલમાં જોવા મળશે

તો ટ્રેલરમાં જોવા મળતા દ્રશ્યો, સંગીત અને પ્રદર્શનોના પણ ઘણા વખાણ થઈ રહ્યા છે. બીજી તરફ લોકો લારા દત્તાને જોઈને હેરાન છે. આ સાથે જ લોકો લારા દત્તાના મેકઅપ આર્ટિસ્ટના વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં વાણી કપૂર, હુમા કુરૈશી પણ જોવા મળશે. જ્યારે લારા દત્તાએ વડાંપ્રધાનનો રોલ કર્યો છે.

આ પણ વાંચો- 55 વર્ષની વયે શાહરૂખ ખાને કર્યું બોડી ટ્રાન્ફોર્મેશન, ઈન્સ્ટાગ્રામ પર ફોટો થયો વાઈરલ

લારા દત્તાએ ફિલ્મ માટે પ્રોસ્થેટિક્સ મેકઅપ કરાવ્યો

ફિલ્મમાં લારા દત્તા ઓળખાતી જ નથી. આનું કારણ એ છે કે, લારાએ ફિલ્મ માટે પ્રોસ્થેટિક્સ મેકઅપનો સહારો લીધો છે. ટ્રેલર રિલીઝ થયાની થોડી જ મિનીટ પછી નેટિજન્સે સોશિયલ મીડિયા પર લારા દત્તા પર કામ કરનારા મેકઅપ આર્ટિસ્ટના ભરપૂર વખાણ ક્રયા છે. પહેલા તો નેટિજન્સને જાણ જ નહતી થઈ, પરંતુ છેલ્લે ખબર પડી કે વડાંપ્રધાનનો રોલ કરનારી લારા દત્તા જ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.