મુંબઈ: પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં ગત 14 જૂને ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરનારા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત દ્વારા શા માટે જીવનનો અંત આણવાનો નિર્ણય લેવામાં આવ્યો તે એક ઘૂંટાતું રહસ્ય છે. મુંબઈ પોલીસ દ્વારા સતત આ અંગે તપાસ કરવામાં આવી રહી છે જેમાં એક નવી વાત જાણવા મળી છે.
પોલીસ તપાસ મુજબ સુશાંતે ફાંસી માટે પહેલા બાથરોબ બેલ્ટ વાપરવાનો નિર્ણય લીધો હતો પણ તે ફાટી જતા તેણે અન્ય કોઈ કપડું લઈ ફાંસી લગાવી હતી.
પોલીસને તપાસમાં સુશાંતના મૃત્યુ સમયે જે વસ્તુઓ મળી આવી હતી તેમાં આ બાથરોબ બેલ્ટ પણ હતો. જે જમીન પર બે ટુકડામાં કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. તેને ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
બની શકે કે સુશાંત બાથરોબ બેલ્ટ તેનું વજન ખેંચી શકશે કે કેમ તે તપાસી રહ્યો હોય. પણ તે ફાટી જતા પછી તેણે અન્ય કપડાનો સહારો લીધો હશે. પોલીસ પંચનામામાં સુશાંત નો કબાટ ખુલ્લો હતો અને ઈસ્ત્રી કરેલા કપડાં વિખરાયેલા પડ્યા હતા.
હાલ આ મામલે મુંબઈ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.