ETV Bharat / sitara

કેટરિનાના આઈટમ સોંગ 'શિલા કી જવાની'થી મોટિવેટ થાય છે જાન્હવી કપૂર - જાન્હવી કપૂર જીમ વીડિયો

જાન્હવી કપૂર પોતાને ફિટ રાખવા નિયમિતપણે જીમમાં મહેનત કરે છે.પરંતું જ્યારે તે કસરત કરવામાં આળસ અનુભવે છે ત્યારે અભિનેત્રી કેટરિના કેફના આઈટમ નંબર "શિલા કી જવાની"માંથી મોટિવેશન મેળવે છે.

જાન્હવી કપૂર
જાન્હવી કપૂર
author img

By

Published : Apr 12, 2021, 1:25 PM IST

  • વેકેશનમાં વધી ગયેલા વજનને ઉતારવા મહેનત કરી રહી છે જાન્હવી
  • ટોન્ડ બોડી ધરાવતી અભિનેત્રી આળસું સ્વભાવ ધરાવે છે
  • જાન્હવી ઘણીવાર ઈન્ટાગ્રામ પર રમૂજી વીડિયો શેર કરે છે

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરનો જીમ લૂક તેના રેડ કાર્પેટ લૂક જેટલો જ લોકપ્રિય છે. અભિનેત્રીની ટોન્ડ બોડી જોતા તે જીમમાં ખરેખર મહેનત કરતી હોય તેવું લાગે છે. પરંતુ તેના લેટેસ્ટ ઈન્ટાગ્રામ વીડિયોમાં તેનો આળસું સ્વભાવ દેખાઈ રહ્યો છે.

જાન્હવી કપૂર "શિલા કી જવાની" ગાતી જોવા મળી

આ પણ વાંચો:જાહ્નવી કપૂરને આવી રહી છે વારાણસીની યાદ, શેર કર્યો જૂનો વીડિયો

જાન્હવી જીમમાં "શિલા કી જવાની" ગીત ગાતી જોવા મળી

માલદિવ્સના વેકેશનથી પાછા ફર્યા પછી તરત જ જાન્હવી વધારાની કેલરી બર્ન કરવા માટે સીધી જીમમાં પહોંચી ગઈ હતી. તેના રમૂજી વીડિયોમાં જાન્હવી કેટરિના કૈફનું ડાન્સ નંબર "શિલા કી જવાની"ગીત ગાતી જોવા મળી રહી છે. જિમ ટીપ્સ શેર કરતાં જાન્હવીએ ઈન્ટાગ્રામ પર એમ પણ લખ્યું છે કે "પ્રેરણાની જરૂર હોય ત્યારે શિલાને વિઝ્યુલાઇઝ કરો, છતાં મોટિવેટ ન થઈ શકો તો ઘરે જતા રહો."

આ પણ વાંચો:જાન્હવી કપૂરની સાવકી બહેન અન્શૂલા છે તેની સૌથી મોટી ક્રિટિક

સ્વભાવે ચંચળ છે જાન્હવી કપૂર

રમૂજી વીડિયોમાં જાન્હવીનો ચંચળ સ્વભાવ છતો થાય છે, જે ઘણીવાર તેના સોશ્યલ મીડિયા પર જોવા મળે છે. અભિનેત્રીએ અગાઉ 'ગુડ લક જેરી'ના શૂટિંગનો એક રમૂજી વીડિયો શેર કર્યો હતો, જેમાં તે તેની ટીમને પરેશાન કરવાના મૂડમાં જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.