Katrina Kaif Vicky Kaushal wedding ની વાતો વચ્ચે લગ્ન બાબતે કેટરીનાએ તોડ્યું મૌન - Katrina Kaif Vicky Kaushal wedding ની વાતો વચ્ચે લગ્ન બાબતે કેટરીનાએ તોડ્યું મૌન
આ પહેલાં ઈ-ટાઇમ્સે તેના એક સમાચારમાં દાવો કર્યો હતો કે કેટરિના કૈફ (Katrina Kaif wedding) અને વિકી કૌશલ આ વર્ષના ડિસેમ્બરના અંતમાં લગ્ન (Katrina Kaif and Vicky Kaushal to get married) કરવા જઈ રહ્યાં છે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કપલે લગ્નના પોશાક માટે પ્રખ્યાત ફેશન ડિઝાઈનર સબ્યસાચી સાથે વાત કરી છે અને કેટરિનાએ લહેંગા માટે રો-સિલ્ક ફેબ્રિકની પસંદગી કરી છે.
- કેટરીના કૈફની લગ્નની વાત સામે સ્પષ્ટતા
- વિકી કૌશલ સાથે લગ્નની વાતને કેટરીનાએ આપ્યો રદીયો
- ઇ-ટાઈમ્સના અહેવાલનું ખંડન કરતી અભિનેત્રી
ન્યૂઝડેસ્ક : કેટરિના કૈફ અને વિકી કૌશલ વિશે તાજેતરમાં ખબર આવી હતી કે બંને આ વર્ષે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં લગ્ન (Katrina Kaif wedding) કરવા જઈ રહ્યાં છે. આ કપલે (Katrina Kaif and Vicky Kaushal to get married)લગ્ન માટે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા બૂક કરાવ્યો છે અને ફેમસ ફેશન ડિઝાઈનર સબ્યસાચીને લગ્નના પોશાકનો ઓર્ડર પણ આપ્યો છે. હવે આ અફવાઓ પર કેટરીના કૈફનું નિવેદન આવ્યું છે.
લગ્નની વાત અફવા છે
ઈ-ટાઈમ્સના સમાચાર મુજબ બોલિવૂડ લાઈફને આપેલા ઈન્ટરવ્યુમાં કેટરીના કૈફે એક્ટર વિકી કૌશલ સાથે લગ્નની અફવાઓને ખોટી ગણાવી છે. ઈન્ટરવ્યુમાં કેટરીનાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે આ અફવાઓમાં કોઈ સત્ય નથી અને તે લગ્ન કરવા જઈ રહી નથી. જ્યારે કેટરીનાને પૂછવામાં આવ્યું કે શું તેને કોઈ અંદાજ છે કે લગ્નની અફવાઓ કેમ છે તો કેટરીનાએ કહ્યું કે તે છેલ્લાં 15 વર્ષથી આવી વાતોનો સામનો કરી રહી છે.
ઇ-ટાઈમ્સે જ બંનેના લગ્ન અંગે સમાચાર આપ્યાં હતાં
આપને જણાવીએ કે આ પહેલાં ઈ-ટાઇમ્સે તેના એક સમાચારમાં દાવો કર્યો હતો કે કેટરિના કૈફ અને વિકી કૌશલ આ વર્ષના ડિસેમ્બરના અંતમાં લગ્ન કરવા જઈ રહ્યાં છે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કપલે લગ્નના પોશાક માટે પ્રખ્યાત ફેશન ડિઝાઈનર સબ્યસાચી સાથે વાત કરી છે અને કેટરિનાએ લહેંગા માટે રો-સિલ્ક ફેબ્રિકની પસંદગી કરી છે.
હવે બંને સેલિબ્રિટી મેનેજરની ઓફિસ બહાર દેખાયાં
દરમિયાનમાં મંગળવારે કેટરીના અને વિકી કૌશલ ફરી એકવાર સાથે જોવા મળ્યાં છે. આ વખતે કથિત કપલ બાંદ્રામાં સેલિબ્રિટી મેનેજર રેશમા શેટ્ટીની ઓફિસની બહાર દેખાયું હતું. આ પહેલાં વાત કરીએ તો કેટરીના અને વિકી ફિલ્મ સરદાર ઉધમની સ્ક્રિનિંગ વખતે એકસાથે જોવા મળ્યાં હતાં, જ્યાં બંનેની નજદિકીઓ સૌની નજરે ચડી હતી. આ વખતે કેટરીના કૈફે વિકીને કસીને ગળે લગાવ્યો હતો જેનાથી બંને વચ્ચે રીલેશનશિપની અફવાઓનું બજાર ગરમ થયું હતું.
આ પણ વાંચોઃ કેટરિના કૈફ અને વિકી કૌશલ ડિસેમ્બર સુધીમાં લગ્ન કરે તેવી શક્યતા
આ પણ વાંચોઃ કેટરિના કૈફે નાસ્તો કરતી વખતે શેર કર્યા ફોટા, ફેન્સે પૂછ્યું - 'ટાઇગર 3' ક્યારે આવશે..?