ખેલાડી કુમાર અને કેટરીના કેફ 9 વર્ષ પછી સાથે કામ કરશે. બંને કલાકારો રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે. હાલમાં જ કેટરીનાએ એક ફોટો પોસ્ટ કરીને ફિલ્મની શૂટીંગ થઈ હોવાની જાણકારી આપી હતી.
કેટરીનાએ પોસ્ટ કરેલાં ફોટોમાનાં એકમાં અક્ષય પોલીસના ડ્રેસમાં છે. જેના પર સૂર્યવંશી લખેલું છે. બીજા ફોટા પર અભિનેત્રીએ ફિલ્મની શૂટીંગ તરફ ઇશારો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અને સિંબા રિલિઝ થઈ હતી. જેમાં અજય દેવગન અને રણવીર સિંહ પોલીસના પાત્રમાં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ અંગે વાત કરતાં રોહિત શેટ્ટીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં અક્ષયનું પાત્ર અજય અને રણવીર કરતાં એકદમ અલગ છે અને ફિલ્મ પણ અગાઉની બંને ફિલ્મો કરતાં કંઇક અલગ છે.