મુંબઇઃ કેટરિના કૈફે પોતાના વીડિયો દ્વારા કહ્યું કે, તે ઘરે રહી કેવી રીતે કામ કરી રહી છે, તેમજ પાણીની બચત પણ કરી રહી છે. પાણી બચાવવા માટે, તેણે પહેલા તમામ વાસણો સિંકમાં રાખ્યા અને તેમના પર પાણી રેડ્યું, ત્યારબાદ, તેમને ધોઈ લીધા પછી, તેને રેક પર પાછા મૂકી અને ધીમે ધીમે આ રીતે તમામ વાસણો ધોઈ નાખ્યાં. પોતાના વીડિયો પર ટિપ્પણી કરતાં અર્જુન કપૂરે લખ્યું, "મારા ઘરે આપનું સ્વાગત છે". આ સિવાય અભિનેતાએ તેમને કાંતાબેન 2.0 પણ કહ્યું. આ સાથે જ સુનિલ ગ્રોવરે કેટરિના કૈફના વીડિયો પર પણ કમેંટ કરી અને લખ્યું કે, આ વિચાર ખૂબ જ ક્રાંતિકારી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
કેટરિના કૈફ સેલ્ફ આઇસોલેશનમાં રહીને પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પાછલા દિવસે તેણે એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેની સાથે વરુણ ધવન અને અર્જુન કપૂર પણ જોવા મળ્યા હતા. આ ફોટો ત્રણેયના વીડિયો કોલ દરમિયાન લેવામાં આવ્યો હતો. આ પહેલા અભિનેત્રી પણ ઘરે કસરત કરતી અને ગિટાર વગાડતી જોવા મળી હતી.