- કાર્તિકે પીએમ મોદીના સંબોધન માટે કરી તૈયારી, તસવીર થઇ વાયરલ
- વાયરલ તસવીરમાં કાર્તિક તેની માતાના હાથે કંઇક ખાતો જોવા મળ્યો
- અમિતાભ બચ્ચન અને જોન અબ્રાહન સ્ટારર દોસ્તાનાની સિક્વલમાં પણ કામ કર્યું
મુંબઇઃ કોરોનાના અનલોકની પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ છે, ત્યારે બોલિવૂડ સ્ટાર્સ ધરમાં રહીને બોર થઇ ગયા છે. જ્યારે કેટલાય સ્ટાર એેવા પણ છે. જે મનોરંજન કરતા પણ નજરે પડે છે. કાર્તિક આર્યન પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાની જૂની તસવીરો અને વીડિયો શેર કરતો રહે છે. હાલમાં તેણે એક મજેદાર તસવીર શેર કરી છે. જેમાં તે માતા-પિતા સાથે જોવા મળે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યનની પાછલી ફિલ્મ લવ આજ કલ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન ઇમ્તિયાઝ અલીએ કર્યું હતું અને આ ફિલ્મમાં તે સારા અલી ખાનની સાથે જોવા મળ્યો હતો. તેમના પછીની ફિલ્મ ભુલભુલૈયા-2માં કામ કરી રહ્યો હતો. આ ફિલ્મમાં અક્ષય કુમાર, અમીષા પટેલ અને વિદ્યા બાલનની ફિલ્મ ભુલભુલૈયા સિક્વલ છે. આ ફિલ્મમાં કાર્તિક કિયારા અડવાણીની સાથે જોવા મળશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વાયરલ થયેલી તસવીરમાં કાર્તિક તેની માતાના હાથે કંઇક ખાતો જોવા મળે છે. આ સાથે તેના પિતા પણ સાથે જોવા મળે છે. એવુ લાગી રહ્યું છે કે જાણે કાર્તિક એકઝામ આપવા માટેની તૈયારી કરતો હોય. કાર્તિકે આ તસવીર ના કેપ્શનમાં લખ્યું કે, પીએમ મોદીના સંબોધનની તૈયારી કરતી વખતે... કાર્તિકના આ કેપ્શનમાં તેના કોઇ ફ્રેને મજાક બનાવી હતી.
અમિતાભ બચ્ચન અને જોન અબ્રાહન સ્ટારર દોસ્તાનાની સિક્વલમાં પણ કામ કરી રહ્યાં હતાં. દોસ્તાના-2 કરણ જોહર બેનર હેઠળ બની રહી છે. હાલમાં લોકડાઉન ચાલતુ હોવાથી આ ફિલ્મો ઠપ પડી છે.