- અભિનેત્રી કરિશ્મા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
- વીડિયોમાં વરસાદની મજા માણી રહી છે કરિશ્મા કપૂર
- વીડિયોના બેકગ્રાઉન્ડમાં સનસાઈન ગીત વાગી રહ્યું છે
ન્યૂઝ ડેસ્ક: સમગ્ર દેશમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે મુંબઈમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જોકે, મંગળવારે પડેલા વરસાદની મજા અભિનેત્રી કરિશ્મા કપૂરે પણ માણી હતી. કરિશ્મા કપૂરે ( Karisma Kapoor ) મંગળવારે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
કરિશ્માએ ( Karisma Kapoor ) આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, 'જ્યારે ચોમાસા દરમિયાન ખુશ થવાનું બહાનું મળી જાય.' કરિશ્માએ શેર કરેલા આ વીડિયોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વીડિયોમાં કરિશ્મા દોડી રહી છે તેમ જ આ વીડિયોની પાછળ સનસાઈન ગીત વાગી રહ્યું છે.
કરિશ્માના ફેન્સે વીડિયોના કર્યા વખાણ
ઉલ્લેખનીય છે કે, કરિશ્મા કપૂરે ( Karisma Kapoor ) શેર કરેલા આ વીડિયોમાં તે દરિયા કિનારે અલગ અલગ પોઝ આપી રહી છે અને વાતાવરણની મજા માણી રહી છે. કરિશ્મા કપૂરનો આ વીડિયો લોકોને ઘણો પસંદ પડી રહ્યો છે. બોલીવૂડના અનેક કલાકારો સહિત કરિશ્માના ફેન્સ પણ આ વીડિયોના વખાણ કરી રહ્યા છે. કરિશ્મા કપૂર છેલ્લે વર્ષ 2020માં વેબ સિરીઝ 'મેન્ટલહુડ'માં જોવા મળી હતી.
આ પણ વાંચોઃ અભિનેતા અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો જૂનો ફોટો, માતાએ આપેલો સંદેશ લોકોને જણાવ્યો