- બોલિવૂડની ટશન ગર્લ કરીના કપૂર ખાનનો આજે જન્મદિવસ
- કરીના કપૂર ખાન 41 મો જન્મદિવસની ઉજવણી
- બબીતા અને રણધીર કપૂરની નાની પુત્રી કરીના
મુંબઇ: બોલિવૂડની ટશન ગર્લ કરીના કપૂર ખાન 41 મો જન્મદિવસ ઉજવી રહી છે. બબીતા અને રણધીર કપૂરની નાની પુત્રી કરીના 'કપૂર' પરિવારની છે. જેના સભ્યો વર્ષોથી ફિલ્મોનો ભાગ રહ્યા છે. જ્યારે બબીતા અને રણધીર પ્રખ્યાત અભિનેતા રહ્યા છે, તેમની મોટી બહેન કરિશ્મા કપૂર પણ 90 ના દાયકાની સુપરહિટ હિરોઇન રહી છે. કરીનાને ફિલ્મોમાં આવવા માટે તેની બહેન જેટલો સંઘર્ષ કરવો પડ્યો ન હતો, પરંતુ તેણે મહેનત દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી છે.
કરીના કપૂર ખાન વિશે ખાસ વાતો જાણો
કરીનાને બોલિવૂડની મીન ગર્લ પણ કહેવામાં આવે છે. જો કરીનાને કોઈ પણ સ્ટાર માટે કંઈક કહેવું હોય તો તે અચકાતી નથી. આ કારણે, તે ઘણી વખત વિવાદમાં ફસાઈ જાય છે. એટલું જ નહીં, તે ઇન્ડસ્ટ્રીની ટ્રેન્ડ સેટર પણ રહી છે. છોકરીઓમાં ઝીરો ફિગરને પ્રોત્સાહન આપવાનો શ્રેય પણ કરીનાને જાય છે. તો ચાલો તમને તેમના જન્મદિવસ નિમિત્તે કેટલીક ખાસ વાતો જણાવીએ.
કરીના કપૂરેનું અભ્યાસ
કરીના કપૂરે મુંબઈની જમનાબાઈ સ્કૂલમાં અને બાદમાં દહેરાદૂનની વેલ્હામ બોર્ડિંગ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. આ પછી તેણે મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી બી.કોમનો અભ્યાસ કર્યો હતો. કરીનાને શરૂઆતથી જ ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા હતી.
કરીના કરિયરની શરૂઆત
કરીનાએ પોતાના કરિયરની શરૂઆત જેપી દત્તાની ફિલ્મ 'રેફ્યુજી' થી કરી હતી. ફિલ્મ 'ચમેલી'માં તેના શાનદાર અભિનય માટે તેને ફિલ્મફેર સ્પેશિયલ પરફોર્મન્સ એવોર્ડ મળ્યો હતો. કરીનાને શરૂઆતમાં તેના અભિવ્યક્તિ માટે ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી, પરંતુ પછી તેણે તેના પર કામ કર્યું અને પછી એક સફળ અભિનેત્રી તરીકે સામે આવી હતી.
કરીનાનું લગ્ન જીવન
કરીનાનું નામ પણ તેના અફેરના કારણે ખૂબ ચર્ચામાં હતું. કરીના અને શાહિદની લવ સ્ટોરી સમાચારોમાં હતી. કરીનાએ તો શાહિદ માટે કહ્યું કે તે કોઈને પણ મારી શકે છે. બધાને લાગતું હતું કે કરીના અને શાહિદ લગ્ન કરશે પરંતુ કોઇ કારણો સર બંન્ને અલગ થયા હતા અને બાદમાં કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા હાલ તેમના 2 બાળકો પણ છે. તૈમુર અને જેહના જેમના નામ વિશે પણ ઘણી ચર્ચા થઇ હતી.કરીના કપૂર બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે. લગ્ન અને બાળકો બાદ પણ તે ઘણા મોટા પ્રોજેક્ટમાં કામ કરી રહી છે.