ETV Bharat / sitara

કરન જોહરે ઇન્સ્ટાગ્રામ પર શાહરૂખ સાથેનો થ્રો બેક ફોટો શેર કર્યો - કરણ જોહરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

કરણ જોહરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક જૂના ફોટા શેર કર્યા છે. જે 90ના દાયકાના છે. ફોટા સાથેના કેપ્શનમાં કરણે લખ્યું કે, 'મેજર થ્રોબેક.' કરણ સાથેની આ ફોટામાં શાહરૂખ ખાન, ગૌરી ખાન, અક્ષય કુમાર, ઉદય ચોપરા, કરણ જોહર અને તેના માતા-પિતા યશ જોહર અને હીરુ જોહર નજરે પડે છે.

કરન જોહરએ ઇન્સ્ટાગ્રામ પર શાહરૂખ સાથેનો થ્રો બેક ફોટો શેર કર્યો

author img

By

Published : Jun 7, 2020, 4:31 PM IST

મુંબઇ: ફિલ્મ નિર્માતા કરણ જોહર આ દિવસોમાં તેના સોશિયલ મીડિયામાં ઘણીવાર તેમના બે બાળકો યશ અને રૂહીના વીડિયો શેર કરે છે. હમણાં કરને ફોટા શેર કરી કેપ્શનમાં લખ્યું કે, 'મેજર થ્રોબેક.’

શનિવારે કરણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણ જૂની તસવીરો શેર કરી હતી. જેમાં શાહરૂખ ખાન, ગૌરી ખાન, અક્ષય કુમાર, ઉદય ચોપરા, કરણ જોહર અને તેમના માતા-પિતા યશ જોહર અને હીરુ જોહર નજરે પડે છે.લોકો આ જૂના ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યાં છે.

કરનના ઘરે કામ કરતા બે લોકોમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી. કરને જાતે જ આ બાબતની વિગતો જાહેર કરી હતી અને કહ્યું હતું કે, જ્યારે મને આ લોકોમાં કોરોનાનાં લક્ષણો જોયા, ત્યારે આ બંનને મકાનમાં જ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં અલગ કરાયા હતા. ઘરના દરેક સભ્ય તંદુરસ્ત અને સલામત છે. પરિવારના બધા સભ્યોએ પરીક્ષણો કરાવી લીધાં અને દરેકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો.

કરનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે 'તખ્ત' ફિલ્મનું નિર્દેશન કરશે. આ મલ્ટિસ્ટારર ફિલ્મમાં અનિલ કપૂર, વિકી કૌશલ, રણવીર સિંહ, કરીના કપૂર, ભૂમિ પેડનેકર, જાહ્નવી કપૂર જોવા મળશે. આ સાથે કરનની પ્રોડક્શનની અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' પણ રિલીઝ થવાની છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.