ETV Bharat / sitara

Kangna Ranuat On Gangubai Kathiyavdi: કંગના રનૌતે 'ગહરાઇયાં' બાદ હવે 'ગંગૂબાઈ કાઠિયાવાડી'નો વારો લીધો - Kangna Ranuat Instagram Account

કંગનાએ આલિયા ભટ્ટ અને તેની આગામી ફિલ્મ (Alia Bhatt's Upcoming Film) 'ગંગૂબાઈ કાઠિયાવાડી' પર નિશાન સાધ્યું છે. આ પહેલા તેણે દિપીકા પાદુકોણની ફિલ્મ 'ગહરાઇયાં પર કટાક્ષ કર્યો હતો. કંગનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી ''ગંગૂબાઈ કાઠિયાવાડી' પર આકરા પ્રહાર (Kangna Ranuat Commeted On Gangubai Kathiyavdi) કર્યાં છે.

Kangna Ranuat Commeted On Gangubai Kathiyavdi: કંગના રનૌતે 'ગહરાઇયાં' બાદ હવે 'ગંગૂબાઈ કાઠિયાવાડી'નો વારો લીધો

author img

By

Published : Feb 20, 2022, 12:50 PM IST

મુંબઇ: દીપિકા પાદુકોણની 'ગહરાઇયાં' બાદ હવે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે આલિયા ભટ્ટ અને તેની આગામી ફિલ્મ (Alia Bhatt's Upcoming Film) 'ગંગૂબાઈ કાઠિયાવાડી' પર નિશાન સાધ્યું (Kangna Ranuat Commeted On Gangubai Kathiyavdi) છે. કંગના રનૌતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી (Kangna Ranuat Instagram Account) પર એક પોસ્ટ શેર કરીને ફિલ્મ માફિયાના નામે ઈન્ડસ્ટ્રીના બે લોકોને ઘેરી લીધા છે. અભિનેત્રીએ, ફિલ્મના દિગ્દર્શકનું નામ લીધા વિના, તેને "મૂવી માફિયા ડેડી" ગણાવ્યો છે.

કંગનાએ કહ્યું... શુક્રવારે બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયા બળીને રાખ થશે

કંગનાએ લખ્યું, આ શુક્રવારે બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયા બળીને રાખ થઈ જશે. પાપાકી પરી, જેની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે. જે સાબિત કરવા માંગે છે કે, રોમ કોમ બિમ્બો અભિનય કરી શકે છે. શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મની સૌથી મોટી ખામી આ ફિલ્મની કાસ્ટિંગ છે. આ ક્યારેય સુધરશે નહીં. આ આશ્ચર્યજનક નથી કે સ્ક્રીન હવે હોલીવુડ અને દક્ષિણ તરફ આગળ વધી રહી છે.

આ પણ વાંચો: ફિલ્મ પુષ્પાનો જાદુ યથાવત, ફિલ્મે કરી આટલી કમાણી..

કંગનાનો નામ બિન નિશાનો

કંગનાએ આ પોસ્ટમાં કોઈ કલાકારનું નામ લીધું નથી. જો કે તેની પોસ્ટ પરથી સ્પષ્ટ વર્તાય રહ્યું છે કે, તે આલિયા ભટ્ટની આગામી ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' વિશે વાત કરી રહી છે. કારણ કે આ અઠવાડિયે, સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' બોક્સ ઓફિસ પર ધમાકો કરવા માટે રિલીઝ થઈ રહી છે.

કંગનાએ કર્યો કટાક્ષ

કંગના રનૌતે પણ ગંગૂબાઈ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. સોશિયલ મીડિયા પર એક નાની બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો, જે ફિલ્મ 'ગંગૂબાઈનો' ડાયલોગ બોલીને આલિયાનો રોલ અદા કરી રહી હતી. આ વીડિયો જોઈને કંગનાએ કહ્યું કે, આવા બાળકોના માતા-પિતા સામે કડક પગલા લેવા જોઈએ, જેઓ તેમના બાળકોને આવું કામ કરાવે છે. તમને જણાવીએ કે આલિયા ભટ્ટે પોતાની સ્ટોરી પર આ વીડિયો શેર કરીને છોકરીના ખૂબ વખાણ કર્યા હતા.

આ પણ વાંચો: Hijab Row: હિજાબ વિવાદ મુદ્દે ઝાયરા વસીમે આપી પ્રતિક્રિયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.