- રિપબ્લિક ટીવીના સંપાદક અર્નબ ગોસ્વામીની ધરપકડ
- પોલીસે અર્નબ સાથે પરિવારને પણ માર માર્યાનો આક્ષેપ
- કંગનાએ અર્નબની ધરપકડ પર ઉદ્ધવ સરકારને કર્યા સવાલ
શિમલાઃ મુંબઈ પોલીસે આજે સવારે પત્રકાર અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી લીધી છે. આ મામલે બૉલિવૂડ અભિનેત્રી કંગના રણૌતે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પર નિશાન સાધ્યું છે. કંગનાએ ટ્વિટ કરીને ઉદ્ધવ સરકારને અનેક સવાલો કર્યા હતા. કંગનાએ કહ્યું, આજે તમે અર્નબ ગોસ્વામીની તેના ઘરેથી ધરપકડ કરી લીધી છે. અર્નબ સાથે મારામારી કરી છે. હવે તમે કેટલા ઘર તોડશો, કેટલાનો અવાજ દબાવશો. ઉદ્ધવ સરકાર જેટલા લોકોનો અવાજ દબાવવાની કોશિશ કરશે તેટલા લોકો સામે આવશે અને અવાજ ઉઠાવશે જ. આ સાથે જ કંગના રણૌતે સંજય રાઉતના એક ટ્વિટ પર પણ ટોન્ટ માર્યો હતો, જેમાં શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, જાવેદ અખ્તરે અભિનેત્રી કંગના રણૌત સામે ફરિયાદ નોંધાવી છે. આના જવાબમાં કંગનાએ ટ્વિટ કર્યું, એક થી શેરની... ઔર એક ભેડિયો કા ઝૂંડ.
-
Message for Maharashtra government @republic #Arnab #ArnabWeAreWithYou #ArnabGoswami pic.twitter.com/AJizRCitS7
— Kangana Ranaut (@KanganaTeam) November 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Message for Maharashtra government @republic #Arnab #ArnabWeAreWithYou #ArnabGoswami pic.twitter.com/AJizRCitS7
— Kangana Ranaut (@KanganaTeam) November 4, 2020Message for Maharashtra government @republic #Arnab #ArnabWeAreWithYou #ArnabGoswami pic.twitter.com/AJizRCitS7
— Kangana Ranaut (@KanganaTeam) November 4, 2020
પોલીસે અર્નબની સાથે સાથે તેના પરિવાર સાથે પણ મારપીટ કરી
મળતી માહિતી મુજબ, રિપબ્લિક ટીવીના પ્રધાન સંપાદકની 53 વર્ષીય ઈન્ટિરિયર ડિઝાઈનરને કથિત રૂપે આપઘાત માટે ઉશ્કેરવાના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. જોકે આ મામલો વર્ષ 2018નો છે. પોલીસે આ અંગે જણાવ્યું કે, અલીબાગ પોલીસની એક ટીમે ગોસ્વામીના ઘરે જઈ ધરપકડ કરી છે. અર્નબ ગોસ્વામીનું કહેવું છે કે, મુંબઈ પોલીસે તેની સાથે સાથે તેના સાસુૃ-સસરા, પુત્ર અને પત્નીની સાથે પણ મારપીટ કરી તેમને પોલીસ વેનમાં લઈ ગયા હતા.