મુંબઇ: ગુરુવારના રોજ ઋતિક રોશન સાથેના તેના જૂના સંબંધો પર ટ્વીટ કરવા બદલ કંગના રનૌતે અભિનેતાના ફેંસની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ગુરુવારના રોજ કંગનાએ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત અને સારા અલી ખાનના સંબંધો અંગે ટ્વીટ કર્યું હતું.
કંગનાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, "સુશાંત અને સારાના અફેરના સમાચારો મીડિયામાં ફેલાયેલા હતા. આઉટડોર શૂટિંગ દરમિયાન બંને એક રૂમ શેર કરતા હતા. આ ફેન્સી નેપોટીઝમ કિડ્સ સંવેદનશીલ આઉટસાઈડરને સપના બતાવતા અને પછી જાહેરમાં છોડી દેતા? આ પછી, તે સ્પષ્ટ છે કે, સુશાંત ગીધના ષડયંત્રમાં આવી ગયો હતો."
તેના ટ્વિટ પરથી યુઝર્સને ખબર પડી કે, અહીં 'ફેન્સી નેપોટિઝમ કિડ' સારા અલી ખાનનો ઉલ્લેખ કરે છે, જ્યારે 'ગીધ' કહેતી વખતે તે સુશાંતની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી રિયા ચક્રવર્તીનો ઉલ્લેખ કરી રહી છે.
ટ્વિટ પર કમેંટ કરતાં એક યુઝરે લખ્યું કે, 'હું કેદારનાથના પ્રમોશનના સમયથી કહી રહ્યો છું કે, આ બંને એક બીજાના પ્રેમમાં પાગલ છે, પરંતુ કોઈએ મારો વિશ્વાસ ન કર્યો. જ્યારે સારાએ અચાનક તેને છોડી દીધો, ત્યારે સુશાંતે સારાને અનફોલો તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ પણ કર્યું."
હવે આ ટ્વિટના જવાબમાં કંગનાએ લખ્યું કે, "મને લાગે છે કે, સારાએ પણ તેને ખૂબ જ પ્રેમ કર્યો હશે. કારણ કે, તે એટલી મૂર્ખ ન હતો કે, તે એક છોકરી સાથે પ્રેમમાં પડી જાય જેના માટે તેનો પ્રેમ વાસ્તવિક નથી. એક સમયે ઋતિક સાથે મારો પણ એવો જ સંબંધ રહ્યો છે, મને તેના વિશે કોઈ શંકા નથી, પણ તે વસ્તુઓ અચાનક કેવી રીતે બદલાઈ ગઈ તે હજી મારા માટે એક રહસ્ય છે. "
જોકે, કંગનાની આ કમેંટને કારણે ઋત્વિકના ફેંસે ટ્રોલ કરી હતી. ટ્રોલર કહ્યું કે, તેમના ઋત્વિક સાથે ફોટોશોપ કરાયા હતા, જેના કારણે એક આ થયું હતું. એક યુઝરે લખ્યું કે, "તમારા જૂઠને સાબિત કરવા માટે તમે ફોટા ઋતિક સાથે ફોટોશોપ કર્યું.ઋતિક તમારું નામ પણ લેતો નથી અને ઋત્વિકનું નામ લીધા વિના તમારૂ જમવાનું પચતુ નથી! "