ETV Bharat / sitara

કંગના રણૌતે ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું નિશાન, હિમાચલ પ્રદેશને લઈ કર્યું ટ્વીટ

બોલિવુડ અભિનેત્રી કંગના રણૌત અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફરી શાબ્દિક ઝઘડો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે દશેરા રેલી દરમિયાન કંગના રણૌતના પીઓકેવાળા નિવેદન પર ટિપ્પણી કરી હતી. જોકે હવે કંગના રણૌતે ઉદ્ધવ ઠાકરેના આ નિવેદન પર ટ્વીટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે.

કંગના રણૌતે ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું નિશાન, હિમાચલ પ્રદેશને લઈ કર્યું ટ્વીટ
કંગના રણૌતે ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું નિશાન, હિમાચલ પ્રદેશને લઈ કર્યું ટ્વીટ
author img

By

Published : Oct 26, 2020, 2:49 PM IST

  • ફરી એકવાર ઉદ્ધવ ઠાકરે અને કંગના રણૌત આમને સામને
  • ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કંગના પર સાધ્યું હતું નિશાન
  • કંગના રણૌતે ટ્વીટ કરીને ઉદ્ધવ ઠાકરેને આપ્યો જવાબ

ન્યૂઝ ડેસ્કઃ અભિનેત્રી કંગના રણૌતે એક પછી એક મુખ્યપ્રધાન પર નિશાન સાધ્યું છે. જણાવી દઈએ કે, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે દશેરા રેલી દરમિયાન કંગના રણૌતના પીઓકેવાળા નિવેદન અંગે ટિપ્પણી કરી હતી. તેમણે નામ લીધા વગર કહ્યું હતું કે, મુંબઈને ડ્રગ્સનું હબ કહીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોને એ ખબર નથી કે ગાંજાની ખેતી થાય છે ક્યાં. તેમણે હિમાચલ પ્રદેશ તરફ ઈશારો કરતા કહ્યું હતું. એટલે કંગનાએ ઉદ્ધવ ઠાકરેને જડબાતોડ જવાબ આપ્યો છે.

કંગનાએ ટ્વીટમાં હિમાચલ પ્રદેશના મહત્ત્વનો કર્યો ઉલ્લેખ

કંગનાએ ઘણા ટ્વીટ કર્યા છે. કંગનાએ પોતાના હોમટાઉન હિમાચલ પ્રદેશનો પણ ઉલ્લેખ કર્યો અને ધાર્મિક મહત્ત્વ વિશે જણાવ્યું હતું. આની પહેલા દશેરાએ કંગનાએ તેની ઓફિસના ફોટા શેર કર્યા હતા. જ્યાં બીએમસીએ તોડફોડ કરી હતી. કંગનાએ કેપ્શનમાં લખ્યું હતું કે, બુરાઈ પર અચ્છાઈ કી જીત હોતી હૈ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.