- કંગનાએ કરી આમિર ખાન અને કિરન રાવનાં ડિવોર્સ પર ટિપ્પણી
- તેમના સંતાનોના ધર્મને લઈને કંગનાએ પૂછ્યા સવાલ
- આમિર અને કિરન છૂટાછેડા બાદ પણ આઝાદને સાથે મળીને ઉછેરશે
ન્યૂઝ ડેસ્ક (Bollywood News): બૉલિવૂડમાં આમિર ખાન (Amir Khan) અને કિરન રાવ (Kiran Rao)ના ડિવોર્સની જાહેરાત ચર્ચાનો વિષય બની છે, ત્યારે કંગના તેમના ડિવોર્સ અને ધર્મ પર ટિપ્પણી કરવાનું ચૂકી નથી. તેણે સોમવારે સવારે આમિર અને કિરનના દિકરા અને તેના ધર્મ ઉપર સવાલ ઉઠાવ્યા હતા.
આ પણ વાંચો: Bollywood Gossip: આમિર-કિરણના ડિવોર્સની જાહેરાત બાદ આમિરની પુત્રી ઈરાએ શા માટે ખાધી કેક?
કંગનાએ ઈન્સ્ટાગ્રામ ઉપર કરી કમેન્ટ
કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, પહેલાના સમયમાં પંજાબના ઘણાં પરિવારો એક દિકરાને હિન્દુ અને બીજા દિકરાને શીખ તરીકે ઉછેરતા હતા. આ વ્યવસ્થા હિન્દુ અને મુસ્લિમ, મુસ્લિમ અને શીખ અથવા અન્ય કોઈ પણ ધર્મો વચ્ચે આજના સમયમાં જોવા મળતી નથી. આમિર ખાન સરના ડિવોર્સ બાદ મને નવાઈ લાગી રહી છે કે, આટલા વર્ષોના લગ્નજીવન બાદ તેમનું બાળક કેમ મુસ્લિમ ધર્મ અનુસરી રહ્યું છે, શા માટે સ્ત્રી તેનો હિન્દુ ધર્મ નથી પાળી રહી. બદલાતા સમય સાથે આપણે આ વિચારધારા પણ બદલવી જોઈએ. આ પ્રથા ખૂબ જ જૂની અને પછાત છે. જો હિન્દુ, જૈન, બુદ્ધિષ્ઠ, શીખ, રાધાસ્વામિ અને નાસ્તિક એક પરિવાર બનીને રહી શકતા હોય તો મુસ્લિમ કેમ નહિં? શું મુસ્લિમ સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલવો જરૂરી છે?
આ પણ વાંચો: Talk of the B-Town: અમારા ડિવોર્સ અંત નથી, નવી શરૂઆત છે...
શું આમિરના સંતાનો અનુસરે છે મુસ્લિમ ધર્મ?
આ પહેલા આમિરે 1986માં રીના દત્તા(Reena Dutta) સાથે લગ્ન કર્યાં હતાં. 2002માં રીના અને આમિરના ડિવોર્સ બાદ પણ તેમના સંતાનો જુનૈદ અને ઈરા બન્ને મુસ્લિમ ધર્મને અનુસરે છે. ત્યારબાદ આમિરે 2005માં કિરન રાવ સાથે લગ્ન કર્યા. આમિર અને કિરન છૂટાછેડા લીધા બાદ પણ તેમના દિકરા આઝાદનો ઉછેર સાથે મળીને કરશે તેવી એક જોઈન્ટ સ્ટેટમેન્ટ દ્વારા તેમણે જાહેરાત કરી છે. જે સંદર્ભે ગોસિપ ક્વિન કંગના રનૌતે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા ટિપ્પણી કરી હતી.