ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આજે બુધવારે તેનો 35મો જન્મદિવસ (Kangana Ranaut Birthday) સેલિબ્રટ કરી રહી છે, ત્યારે કંગનાએ તેના આ દિવસ પર જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં વૈષ્ણો દેવીની (Kangna Ranaut In vaisno Devi Temple) પવિત્ર ગુફાની મુલાકાત લીધી હતી. જેની તસવીરો કંગનાએ તેના સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી છે. કંગના સાથે તેની બહેન રંગોલી ચંદેલ પણ હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
કંગનાએ તેના શુભેચ્છકોનો આભાર માન્યો: તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરોની સ્ટ્રીંગ શેર કરીને, કંગનાએ તેના શુભેચ્છકોનો તેમના પ્રેમ અને આશીર્વાદ માટે આભાર માન્યો હતો. કંગનાએ તસવીરોની સાથે, ક્વીન એક્ટરે લખ્યું, "આજે મારા જન્મદિવસના અવસર પર…. ભગવતી શ્રી વૈષ્ણોદેવીજીની મુલાકાત લીધી... તેમની સાથે અને મારા માતા-પિતાના આશીર્વાદ સાથે આ વર્ષની રાહ જોઈ રહ્યી છું ❤️ તમારા પ્રેમ અને આશીર્વાદ માટે દરેકનો આભાર 🙏."
કંગનાએ શેર કરેલી તસવીરોમાં રંગબેરંગી વસ્ત્રો પહેરેલી જોવા મળે છે: કંગના રનૌત હાલ 'લોક અપ શો'ને હોસ્ટ કરી રહી છે. આ દરમિયાન, કંગનાની બહેન રંગોલી ચંદેલે પણ કંગનાને જન્મદિવસની શુભેરછા આપતા, કંગના સાથે સેલ્ફી શેર કરતા તેણે લખ્યું, “પ્રિય બહેન, તમે પ્રકાશ અને પ્રેરણાના સ્ત્રોત છો, તમારી દયા અને પ્રેમ એટલો શુદ્ધ છે કે, અમે ખૂબ જ શ્રેષ્ઠ અને ખુશી અનુભવી છી, મારી પ્રિય બહેન @kanganaranaut વહેલી સવારે દર્શના તમને જન્મદિવસની શુભેચ્છાઓ. #વૈશ્નોદેવી ખાતે."
કંગના રનૌત પાસે આટલા પ્રોજેક્ટ: કંગના રનૌતના આગામી પ્રોજેક્ટ અંગે વાત કરીએ તો તે હાલ OTT રિયાલિટી શો 'લોક અપ' હોસ્ટ કરી રહી છે. તે ટૂંક સમયમાં તેજસ, ધાકડ, મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લિજેન્ડ ઓફ ડિદ્દા, ઈમરજન્સી અને ધ ઈન્કારનેશનઃ સીતા સહિતની ફિલ્મોમાં જોવા મળશે. અભિનેત્રી તેના પ્રોડક્શન હાઉસ, મણિકર્ણિકા ફિલ્મ્સ હેઠળ ડાર્ક કોમેડી 'ટીકુ વેડ્સ શેરુ' સાથે નિર્માતા તરીકે પણ તેની શરૂઆત કરવા માટે તૈયાર છે.
આ પણ વાંચો: Secreat Daughter: પ્રિયંકા ચોપરા 'સિક્રેટ ડોટર'ના સ્ક્રીન એડેપ્શનમાં ચમકશે