મુંબઈ: અભિનેત્રી કંગના રનૌતનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તેણે કબૂલાત કરી હતી કે જ્યારે અભિનેત્રીએ બોલીવૂડમાં પગ મૂક્યો હતો, ત્યારે તે થોડા દિવસો પછી ડ્રગ એડિક્ટ બની હતી.
માર્ચ 2020માં તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરેલા જૂના વીડિઓમાં, અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તે કંઈક મોટી મહત્વાકાંક્ષા સાથે 16 વર્ષની ઉંમરે ઘર છોડીને નીકળી ગઈ હતી.
આખરે તે થોડા જ વર્ષોમાં બોલિવૂડમાં સ્ટાર બની ગઈ. જો કે, આ સફળતા માટે તેણે ભારે કિંમત ચૂકવવી પડી હતી. તે કેટલાક એવા લોકોના સંપર્કમાં આવી અને એક ડ્રગ વ્યસની બની હતી.
આ જૂના વીડિયોમાં કંગના કહે છે કે 'હું ડ્રગ એડિક્ટ હતી'.
આશ્ચર્યજની વાત એ છે કે સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ તપાસમાં ડ્રગ એન્ગલ સામે આવ્યા બાદ કંગનાએ ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગ્સના ઉપયોગ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે અભિનેતા રણવીર સિંહ, રણબીર કપૂર, વિકી કૌશલ અને દિગ્દર્શક અયાન મુખર્જીએ બ્લડ ટેસ્ટ કરાવવું જોઈએ, જેથી દરેકની સમક્ષ તેમની સત્યતા જાહેર થઈ શકે.
જો કે, અભિનેત્રીએ ડ્રગ સંબંધિત કોઈ પણ આરોપોને નકારી દીધા છે. કંગનાએ નિશ્ચિતપણે કહ્યું, "મારો ડ્રગ ટેસ્ટ કરાવો, મારો કોલ રેકોર્ડ તપાસો. જો તમને ડ્રગને લઇને કોઈ કડી મળે તો હું મારી ભૂલ સ્વીકારીશ અને મુંબઈને કાયમ માટે છોડીશ."