ઋત્વિક રોશન અને યામી ગૌતમ અભિનીત ફિલ્મ 'કાબિલ' એ ભારતમાં 100 કરોડથી વધુ કમાણી કરી હતી. આ ફિલ્મ હવે ચીનમાં પણ ધમાલ મચાવશે. 2017માં આ ફિલ્મ ભારતમાં પ્રદર્શીત થઈ હતી. બે વર્ષ પછી 5મી જૂને ચીનના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું નવુ પોસ્ટર બહાર પડયુ છે. જેમાં ચીની ભાષામાં ફિલ્મનું ટાઈટલ અને પંચલાઈન લખવામાં આવી છે.
આ પહેલા બોલીવુડની કેટલીક ફિલ્મો ચીનમાં દર્શાવવામાં આવી છે. જેમાં આમિર ખાનની 'સીક્રેટ સુપરસ્ટાર', સલમાન ખાનની 'બજરંગી ભાઈજાન'નો સમાવેશ થાય છે. હાલમાં આયુષ્માન ખુરાનાની 'અંધાધુન'ને ચીનમાં મોટી સફળતા મળી હતી. જોવાનું રહ્યુ કે 'કાબિલ' ચીનના દર્શકોને પસંદ આવે છે કે નહીં. ભારતમાં 'કાબિલ'ની પહેલા દિવસની કમાણી 10.43 કરોડ હતી. ચીનમાં પહેલા દિવસની કમાણી પર સૌની નજર રહેશે.