કંગના રનૌત અને રાજકુમાર રાવની મોસ્ટ અવેટિડ ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ ઘણા કારણોથી ચર્ચામાં રહેલી છે.
ટ્રેલરમાં એક મર્ડરના કાતિલને શોધતા બતાવવામાં આવું છે. જેમાં બૉબી ઉર્ફે કંગના રનૌત અને કેશવ ઉર્ફે રાજકુમાર રાવ પોતાને આ મર્ડરથી બચાવવા અને એક બીજાને ફસાવતા જોવા મળે છે. કંગના ટ્રેલરના શરૂઆતમાં આશ્ચર્યજનક કામ કરતી જોવા મળી રહી છે. કેશવ એક નૉર્મલ લાઈફ જીવતો જોવા મળી રહ્યો છે અને કંગનાને તેનાથી ઑબ્સેશન કરતી રહે છે. જ્યાર બાદ એક મર્ડર થાય છે અને પોલીસ કાતિલને શોધવામાં લાગી જાય છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'જજમેન્ટલ હૈ ક્યા'નું પોસ્ટર્સ જોયા બાદ પણ લોકોએ ટ્રેલર જોવાની રાહ જોઈ રહ્યા હતા કે, કંગના અને રાજકુમાર આ વખતે પોતાની એક્ટિંગમાં શું કમાલ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, કંગના અને રાજકુમાર સાથે રોમાંસ કરતા જોવા મળશે પરંતુ પોસ્ટરથી આ રોમાંસના બદલે કાંઈક અલગ જોવા મળી રહ્યું હતું.
ફિલ્મને પ્રકાશ કોવેલામુડીએ ડાયરેક્ટ અને પ્રોડયૂસ એકતા કપૂરે કર્યુ છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ, કંગના રનૌચ, અમાયરા દસ્તુર અને જિલ્મી શેરગિલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થશે.