નવી દિલ્હી: જાહ્નવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેના ઓગસ્ટમાં સ્વતંત્રતા દિવસના પ્રસંગે રિલીઝ થવાની છે. જાહ્નવીએ ગુંજન સક્સેનાના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તે ફોટાઓ દ્વારા જાહ્નવીએ જાહેરાત કરી છે કે આ દેશભક્તિની ફિલ્મ સ્વતંત્રતા દિવસની નજીક રિલીઝ થઈ રહી છે.
જાહ્નવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેના નેટફ્લિક્સ પર 12 ઓગસ્ટે રિલીઝ થશે. જાહ્નવી કપૂરે સોશિયલ મીડિયા પર એક વિશેષ સંદેશ દ્વારા તેની જાહેરાત કરી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
જાહ્નવીએ ગુંજન સક્સેનાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તે ફોટાઓ દ્વારા જાહ્નવીએ જાહેરાત કરી છે કે, આ દેશભક્તિની ફિલ્મ સ્વતંત્રતા દિવસની નજીક રિલીઝ થઈ રહી છે. તેણીએ ટ્વિટમાં લખ્યું છે કે, મને ગર્વ છે કે હું યુદ્ધમાં ભાગ લેનાર ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલાની બધી કહાની તમારી સમક્ષ લાવી રહી છું. એવી જર્ની જે દરેકને પ્રેરણા આપશે. ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ 12 ઓગસ્ટે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે.
જાહ્નવી કપૂરની આ પોસ્ટ હાલમાં વાયરલ થઈ રહી છે. ચાહકો પહેલાથી જ આ ફિલ્મ અંગે ઉત્સાહિત હતા ત્યારે ફિલ્મની રિલીઝની તારીખ જાહેર કરતા લોકોમા ઉત્સાહમાં વધારો કર્યો છે. ફિલ્મના નિર્માતા કરણ જોહરે પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે ગુંજન સક્સેનાને નેટફ્લિક્સ પર રજૂ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, દરેક લોકો ફિલ્મની રિલીઝ તારીખ જાણવા માટે રાહ જોઇ રહ્યા હતા. હવે જ્યારે રિલીઝની તારીખ પણ સામે આવી છે, ત્યારે ચાહકો ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે.