મુંબઇ: ફિલ્મ નિર્માતા બોની કપૂરે મંગળવારે કહ્યું કે, તેમના ઘરના સહાયકને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો છે. થોડા કલાકો પછી, તેમની પુત્રી અને અભિનેત્રી જાન્હવી કપૂરે પણ નિવેદન આપ્યું અને તેઓ પરિસ્થિતિ સાથે કેવી રીતે વર્તન કરી રહ્યા છે તે શેર કરવા સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી.
- View this post on Instagram
Staying at home is still the best solution we have. Stay safe everyone 🙏🏻
">
આ પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપતાં, જાહન્વીએ બોનીનું નિવેદન ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું અને તેની સાથે કેપ્શન લખ્યું કે, "ઘરે રહેવું હજી પણ આપણો સૌથી સારો ઉપાય છે. દરેક સુરક્ષિત રહો."
કાર્તિક આર્યન, જે દોસ્તાના 2 માં જાન્હવી સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતા જોવા મળશે, તેણે કપૂર પરિવારની ઝડપથી પ્રતિક્રિયા કરવા બદલ પ્રશંસા કરી હતી. કાર્તિકે જાન્હવીની પોસ્ટ પર ટિપ્પણી કરી હતી કે, "જાગૃતિ ફેલાવવી એ એક નવી સામાન્ય બાબત છે."
આ અગાઉ અહેવાલ મુજબ, બોનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, ઉપનગરીય અંધેરી સ્થિત તેમના નિવાસસ્થાન પર તેમના સ્ટાફના સભ્ય, 23 વર્ષીય ચરણ સાહુએ તેમને કહ્યું હતું કે તેઓ શનિવારે સાંજે અસ્વસ્થ લાગ્યા પછી, ફિલ્મ નિર્માતાએ તેમને પરીક્ષણ માટે મોકલ્યા હતા.
તેમના COVID-19 પરીક્ષાનું પરિણામ હકારાત્મક આવ્યા પછી, કપૂરે સોસાયટીના અધિકારીઓને જાણ કરી હતી. જેમણે બદલામાં બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ને આ કેસની જાણકારી આપી હતી.
બીએમસી હવે સાહુને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં પ્રવેશ આપવાની તૈયારીમાં છે.
કપુરે નિવેદનમાં જણાવ્યું છે કે, "હું, મારા બાળકો અને ઘરનો અન્ય સ્ટાફ બધા સ્વસ્થ છીએ અને અમારામાં કોઈ પણ લક્ષણો દેખાઈ રહ્યા નથી. હકીકતમાં લોકડાઉન શરૂ થયા પછી અમે અમારું ઘર છોડ્યું જ નથી."
નિર્માતાએ મહારાષ્ટ્ર સરકાર અને બીએમસીને તેમના ઘરની મદદ માટે ઝડપી જવાબ આપવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.