મુંબઈઃ બૉલિવૂડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડીઝની ડિઝિટલ ફિલ્મ 'મિસેજ સીરિયલ કિલર' 1 મેના રોજ રિલીઝ કરવામાં આવશે. જેક્લિને પોતાના સહ કલાકાર મનોજ બાજપેયી સાથે એક વીડિયોમાં કહ્યું કે, '1 મેના રોજ 'મિસેજ સીરિયલ કિલર' ફિલ્મના પ્રીમિયરમાં તમને મળીએ.'
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
નેટફ્લિક્સ ઈન્ડિયાના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેના ઓટીફ પ્લેટફોર્મ પર આ ફિલ્મ રજૂ કરવામાંં આવશે. આ ડિઝિટલ ફિલ્મનું નિર્દેશન શિરિષ કુંદરે કર્યુ છે, જ્યારે ફિલ્મનું નિર્માણ તેમની પત્ની ફરાહ ખાને કર્યુ છે.
આ થ્રિલર ફિલ્મ એક પત્ની પર આધારિત છે, જેનો પતિ સીરિયલ મર્ડરમાં ફસાયો હોવાથી જેલમાં હોય છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે, આ પત્ની પોતાના નિર્દોશ પતિને બચાવવા શું શું કરે છે.