જયપુરઃ બોલીવુડ અભિનેતા ઈરફાન ખાનની માતા સઈદા બેગમનું શનિવારે નિધન થયું છે. સઈદા બેગમ લાંબા સમયથી બિમારી સામે લડી રહ્યાં હતાં. 80 વર્ષીય સઈદા બેગમનું રમઝાનના પહેલા દિવસે જ અવસાન થયું છે. જેમની અંતિમવિધિ સાંજની નમાઝ બાદ કરવામાં આવશે.
કોરોના વાઈરસને લીધે ચાલતાં લોકડાઉનને કારણે અભિનેતા ઈરફાન ખાન માતાની અતિંમયાત્રામાં પહોંચશે કે નહીં એ પણ દુવિધા છે. આપને જણાવી દઈએ કે ઈરફાન ખાનના પિતા યાસીન ખાનનું ઘણા વર્ષો પહેલાં જ અવસાન થયું છે.