જલોર: હોલીવૂડ ફિલ્મ 'ધ વોરિયર'નું શૂટિંગ 2001માં જિલ્લાના નાના ગામ કોટ કાસ્તાના કિલ્લા પર કરવામાં આવ્યું હતું. ઇરફાન ખાને આ ફિલ્મથી તેની હોલીવૂડ કરિયરની શરૂઆત કરી હતી, ત્યારબાદ તેણે ઘણી હોલીવૂડ ફિલ્મો ભજવી જેનાથી તેમને હોલીવૂડની ફિલ્મોમાં ખાસ ઓળખ મળી હતી.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6993747_irrfan.jpg)
જયપુરના રહેવાસી ઇરફાન ખાને બોલિવૂડમાં પોતાની એક આગવી ઓળખ બનાવી હતી. ઇરફાન ખાને સિરિયલ દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યારબાદ તેમણે બોલિવૂડમાં 'સલામ બોમ્બે' ફિલ્મથી પગ મૂક્યો. આ અભિનેતા 2001માં હોલીવૂડમાં એન્ટ્રી મારી હતી. 'ધ વોરિયર' ઇરફાનની ઇન્ટરનેશનલ ડેબ્યૂ ફિલ્મ બની હતી.
ફિલ્મનું શૂટિંગ જિલ્લાના નાના ગામ કોટ કાસ્તામાં કરવામાં આવ્યું હતું. ઇરફાન તેના માટે 2001માં જાલોર જિલ્લાના આ ગામમાં પ્રથમ વાર આવ્યો હતો. ઇરફાને બોલિવૂડ સહિતની ઘણી હોલીવૂડ ફિલ્મોમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેમણે બનાવેલી કેટલીક હોલીવૂડ ફિલ્મોમાં 'ધ નેમસેક', 'દાર્જિલિંગ લિમિટેડ', 'સ્લમડોગ મિલિયોનેર', 'લાઇફ ઓફ પાઇ', 'ધ અમેઝિંગ સ્પાઇડર-મેન', 'જુરાસિક પાર્ક' અને 'ઇન્ફર્નો' સહિત કેટલાક નામો સામેલ છે.
હોમી અદજાનીયા નિર્દેશિત ઇંગ્લિશ મિડીયમ ફિલ્મમાં ઇરફાન છેલ્લે સ્ક્રીન પર જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. રાધિકા મદન, દિપક ડોબરિયાલ અને કરીના કપૂર ખાન તેના છેલ્લા કો-સ્ટાર હતા.