- સારા અલી ખાને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો
- વીડિયોમાં સારા અલગ-અલગ કસરત કરી રહી છે
- સારાનો આ વીડિયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે
અમદાવાદઃ બોલિવુડમાં હવે લાંબી કારકિર્દી બનાવવી હોય તો, દરેક અભિનેતા અને અભિનેત્રીએ ફિટનેસ(Fitness)નું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. આ જ રીતે અભિનેત્રી સારા અલી ખાન(Sara Ali Khan) પણ પોતાની ફિટનેસ(Fitness)નું ખૂબ જ ધ્યાન રાખે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચોઃ ‘ધ ઈમોર્ટલ અશ્વત્થામા’માં વિકી કૌશલ સાથે જોવા મળશે સારા અલી ખાન
વિડીયોમાં સારા અલી ખાન વિવિધ પ્રકારની કસરત કરતી જોવા મળી
સારા અલી(Sara Ali Khan) એ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ(Instagram) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે વિવિધ પ્રકારની કસરત કરતી જોવા મળી રહી છે. આ સાથે જ તે લોકોને ફિટ રહેવા અને કસરત કરવાની પ્રેરણા આપી રહી છે. આ વીડિયોમાં સારા વેક અપ, જમ્પ અપ, પુશ અપ, હેડ અપ, બર્ન અપ, લેવલ અપ કરતી જોવા મળી રહી છે.
![સારા અલી ખાને કસરત કરતો વીડિયો શેર કરી લોકોને ફિટ રહેવા આપી પ્રેરણા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/1saraalikhan_02072021082858_0207f_1625194738_934.jpg)
આ પણ વાંચોઃ અભિનેત્રી સારા અલી ખાન વેકેશન માટે મમ્મી અમૃતા સિંહ સાથે રવાના થઈ માલદિવ
સારા અલી ખાન હંમેશા પોતાની ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે
બોલિવુડમાં ટકી રહેવા માટે દરેક અભિનેતા અને અભિનેત્રીએ ફિટનેસ(Fitness)નું ધ્યાન રાખવું જ પડે છે. સારા અલી ખાન (Sara Ali Khan) હંમેશા પોતાની ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે. સારા અલી(Sara Ali Khan) એ ફિલ્મ કેદારનાથથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ સિમ્બા, હીરો નંબર વન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે જ સારા આગામી ફિલ્મ અતરંગી રેમાં અક્ષય કુમાર અને ધનૂષ સાથે જોવા મળશે.