તેઓએ કહ્યું કે, હું ગયા વર્ષે બીએસએફ મુખ્યાલયમાં ગયે હતે અને સરહદ પર આ બહાદુર પુરૂષો અને મહિલાઓને પણ જોઈ રહ્યો હતો. મને યાદ છે કે, સીમા પર હાલના દિવસોમાં મહિલાઓ પણ છે. જે મને દરેક ક્ષણે ગર્વનો અનુભવ કરાવે છે. હાશ્મી સાથે શોભિતા ધુલિપાલા, કિર્તિ કુલ્હારી અને વિનીત કુમાર જેવા અન્ય કલાકાર પણ હતા. નિર્દેશક રિભુ દાસગુપ્તા પણ તેમની સાથે હાજર હતા. તમામ દાસગુપ્તા દ્રારા નિર્દેશીત આગામી વેબ સિરીઝ 'બાર્ડ ઓફ બ્લડ' માં નજર આવશે. અહીં તે દરમિયાન લોકોની ભીડ જામી ગઈ હતી. જેઓએ આ કલાકારોને સૈનિકો પ્રત્યે શ્રદ્ધાજંલિ અર્પિત કરતા અને તેઓને યાદ કરતા જોયા.
શોભિતા આ દરમિયાન સફેદ રંગની સાડીમાં નજર આવી જ્યારે કિર્તિ બ્લેક એન્ડ વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી અને વિનીતએ સુટ પહેરી રાખ્યુ હતું. ઈમરાને કેજ્યુઅલ લુક બનાવ્યો હતો. હાશ્મી નેટફ્લિક્સની સિરીઝ 'બાર્ડ ઓફ બ્લડ' સાથે ડિજીટલ પ્લેટફોર્મ પર પોતાની શરુઆત કરવા માટે તૈયાર છે.
થ્રિલર વેબ સીરીઝ લેખક બિલાલ સિદ્દીકીના એજ નામના 2015 ઉપન્યાસ પર આધારીત છે. રિભુ દાસગુપ્તા દ્રારા અભિનેતા આઠ એપિસોડ સીરીઝ દુનિયા ભરમાં પ્રસારીત થશે અને આ હિંન્દી, ઉર્દૂ, અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ થશે. આ શો 27 સપ્ટેમ્બરે પ્રસારીત થશે.