મુંબઇ: અભિનેત્રી રિયા ચક્રવર્તીએ તેના વકીલ સતીશ માનશિંદેના દ્વારા નિવેદન બહાર પાડી ખુલાસો કર્યો હતો કે તે આદિત્ય ઠાકરેને ક્યારેય મળી નથી. 11 ઓગસ્ટે થયેલી સુનાવણીમાં રિયાને લઇને ઘણી અણછાજતી વાતો કહેવામાં આવી છે. બિહારના અનેક નેતાઓ આ વાતોને લઇને રાજકીય લાભ ખાટવા માંગે છે. રિયા ન તો આદિત્ય ઠાકરેને ક્યારેય મળી છે ન તો તે તેમને ઓળખે છે. તે ફક્ત એટલું જ જાણે છે કે તે શિવસેનાના એક નેતા છે.
શિવસેના નેતા આદિત્ય ઠાકરે મહારાષ્ટ્ર સરકારમાં પર્યટન તેમજ પર્યાવરણ પ્રધાન અને મુંબઇ વિધાનસભામાં ધારાસભ્ય છે. તેમનું નામ સુશાંત સિંહ રાજપૂતના નિધન મામલે ઘણી વાર જોડાયું છે. ઉપરાંત અભિનેતા ડિનો મોરિયાનું પણ નામ સુશાંતના નિધન મામલે સંકળાયુ છે જે અંગે રિયાએ જણાવ્યુ હતું કે તે ફક્ત સિનીયર હોવાને નાતે ડિનોને ઓળખે છે.
અભિનેતા ડિનો મોરિયા પર આરોપ છે કે સુશાંતના નિધનના એક દિવસ પહેલા 13 જૂને તેણે તેના ઘરે એક પાર્ટી યોજી હતી જેમાં સુશાંત હાજર હતો. ડિનોએ આ તમામ આરોપો નકાર્યા છે.