સત્તે પે સત્તાની 1982:
ઇ.સ. 1982માં આવેલી ફિલ્મ સત્તે પે સત્તા સુપરહિટ ફિલ્મ હતી. જેનું મુખ્ય પાત્ર અમિતાભ બચ્ચને ભજવ્યું હતું, તો સામે ફિમેલ લીડ રોલમાં હેમા માલિનીએ ભજવ્યું હતું. આ ફિલ્મમાં સાત અનાથ ભાઇઓની વાર્તા પર આધારિત છે, જેમાં કોમેડી સાથે સાથે ફુલ ડ્રામા પણ હતો. ફિલ્મ "સત્તે પે સત્તા" અમેરિકન મ્યુઝિકલ ફિલ્મ "સેવન બ્રાઇડ્સ ફોર સેવન બ્રધર્સ"નું અડોપ્શન હતું. ફિલ્મ સત્તે પે સત્તામાં અમિતાભ બચ્ચન સિવાય અમઝત ખાન, રનજીતા કૌર, સચિન, શક્તિ કપૂર, કંવરજીત સિંહ, પેઇતાલ, સુધીર, ઇન્દ્રજીત, અને મેક મોહન, કવલજીત સિંહે અન્ય છ ભાઇઓના પાત્ર ભજવ્યા હતા. અને જેનું ડાયરેક્શન રાજ. એન સિપ્પીએ કર્યું હતું.
તો હવે આ ફિલ્મ સત્તે પે સત્તાની રિમેક માટે ફરાહ ખાનની પ્રથમ પસંદ હ્રિતિક જ હતો. જો કે આ ફિલ્મ માટે પહેલા શાહરૂખ ખાન અને અક્ષય કુમારની વાતો સાંભળવામાં આવતી હતી પણ હવે એ સસ્પેન્સ પરથી પડદો હટી ચૂક્યો છે. જેના મુખ્યપાત્ર માટે હ્રિતિકની પસંદગી કરી લેવામાં આવી છે. આ સત્તે પે સત્તાની રિમેકની એક રસપ્રદ વાત તો એ છે કે આ ફિલ્મમાં રોહિત શેઠ્ઠી પણ નિર્દેશિત કરવાના છે.
જો કે ફિલ્મની ફિમેલ લીડ એટલે કે હેમા માલિનીનું પાત્ર કોણ ભજવશે તે તો હજુ નક્કી થયુ નથી, તો હવે જોવાનું એ રહ્યું કે આ ફિલ્મમાં હેમા માલિનીનું પાત્ર કોણ ભજવશે.
જો વાત કરવામાં આવે હ્રિતિક રોશનની તો હાલમાં તેઓ સુપર 30 ફિલ્મ સાથે જોડાયેલા છે. જે એક શિક્ષકની વાર્તા છે, જે રિયલ લાઇફ પર બેઝ્ડ છે. જે ટુંક સમયમાં જ થિયેટરમાં જોવા મળશે