મુંબઇ: કોરોના વાઇરસના વિરુદ્ધ ચાલી રહેલી જંગમાં બોલીવૂડ સ્ટાર અને સરકાર સત્તત લોકોને સાવધાન રહેવા માટે અપીલ કરી રહી છે. ત્યારે ઋત્વિક રોશને તેના સોશિયલ મીડિયા પર એક શતરંજની સાથનો ફોટો શેર કર્યો હતો.
હાલમાં જ બોલીવૂડ સ્ટાર કોરોનાને લઇ જાગૃતતા ફેલાવતા એક શોર્ટ ફિલ્મમાં જોવા મળ્યા હતા. ફેમિલી નામની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ જેવા સ્ટાર જોવા મળ્યા હતા.
આ તમામ વચ્ચે ઋત્વિક રોશને પણ ખાસ અંદાજમાં લોકોને વાઇરસથી જાગૃતકરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અભિનેતાએ પોતાના પુત્રની ફોટો પણ શેર કરી હતી જેમાં તે શતરંજ રમતા જોવા મળી શકે છે. તો આ ફોટાની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, ફોકસ... પોતાનો ધ્યાન બનાવો....તમામ નિયમોનો પાલન કરો..આગાઉથી જ સ્ટેપ્સ મગજમાં તૈયાર રાખો...પોતાના દરેક પગલા પર લાભ હાનિ વિશે વિચારો..’
તેમણે વધુમાં લખ્યું કે, એક ભૂલ કરવાથી જીવ પણ જઇ શકે છે. નજીક ન જાઓ..પોતાને અને પોતાના નજીકના લોકોને બચાવો. આ ફક્ત એક ગેમ નથી અને હા..શરૂઆત કરતા આગાઉ હાથ સાફ કરી લેવા જોઇએ.’