મુંબઈઃ બૉલીવુડ અભિનેતા ઋતિક રોશન યુવાઓ માટે એક ફિટનેસ આઈકન તો છે જ, પરંતુ તેના 70 વર્ષીય પિતા અને ફિલ્મ નિર્માતા રાકેશ રોશન પણ કાંઈ ઓછા નથી. સોમવારે ઋતિક રોશને તેના પિતા રાકેશ રોશનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જિમમાં પરસેવો પાડતાં જોવા મળે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ઋતિક રોશને વીડિયો શેર કરતા લખ્યું છે કે, 'એકલા, આના પર! @rakeshroshan9 #70રનિંગ17 #ડેૈડી કુલ. કોઈ પણ બીજી વસ્તુ કરતાં તમારામાંથી વધારે મને પ્રેરણા મળે છે'
નોંધનીય છે કેે, ઋતિક રોશને લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદ લોકોને 1.2 લાખ ફુડ પેકેટ વિતરણ કર્યા હતાં. બૉલીવુડના અનેક સ્ટાર્સ આ સંકટની ઘડીમાં લોકોને મદદ કરી રહ્યાં છે.